૭૫માં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે ઇડર ના ઢીંચણીયા ગામે વિર શહીદ ને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી

સાબરકાંઠા…
૭૫માં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે વિર શહીદ ને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.. કારગિલ યુધ્ધમાં માત્ર 35 વર્ષની વયે દેશ માટે શહીદી વહોરનાર શહીદ વિરને ફૂલહાર અર્પણ કરવામાં આવી હતી. મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત ઈડર તાલુકાના સિયાસણ ગામ પંચાયત વિસ્તારમા કાર્યકમ યોજાયો હતો..
૩૫ વર્ષની વયે કારગિલ યુધ્ધમાં શહીદી વ્હોરનાર જવાનને શ્રદ્ધાંજલી આપી ગામની પ્રાથમિક શાળા ખાતે ૭૫માં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે માતૃભૂમિની સ્વતંત્રતા અને તેના ગૌરવની રક્ષા માટે બલિદાન આપનાર તમામ વીર જવાનો શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી છે.. સિયાસણ ગામ પંચાયત વિસ્તાર ખાતેની દિન ઠિચણીયા પ્રાથમિક શાળાનાં કમ્પાઉન્ડ ખાતે કારગિલ યુધ્ધમાં શહીદ થયેલા નિનામા જગદીશભાઈ સોમાભાઈને યાદ કરવામાં આવ્યા હતા.. મેરી મિટ્ટી મેરા દેશ કાર્યકમ અંતર્ગત શાળાના કમ્પાઉન્ડ ખાતે કારગિલ યુધ્ધમાં શહીદ થયેલા વિર જવાનનાં નામ સાથેની તકતી લગાવાઇ હતી જ્યારે શહિદના પરિવારે ધ્વજ વંદન કરી તકતીનું લોકાર્પણ કર્યુ હતું.. જ્યારે સિયાસણ ગ્રુપ પંચાયત સરપંચ તલાટી કમ મંત્રી શહીદ જવાનના પરિવારજનો શાળાના બાળકો શિક્ષકો સહિત મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા…
રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા