અંબાજી મંદિર માં ચૈત્રી પૂનમે શ્રદ્ધાળુઓ પોતાની બાધા માનતા પુરી કરવા માથે માંડવી ને ગરબી લઇ માં અંબે ના દ્વારે પહોંચતા નજરે પડ્યા… ચૈત્રી પૂનમ ને બધા ની પુનમ મનાય છે..51 શક્તિપીઠ માં શક્તિપીઠ અંબાજી નું અનેરો મહિમા છે જ્યાં ચૈત્રી પુનમમાં માં અંબે ના દર્શન નો વિશેષ મહત્વ માનવામાં આવે છે .ચોટીલાના ચામુંડા હોય કે પછી બહુચરાજીમાં બહુચર સ્વરૂપે હોય પણ ભાદરવી પૂનમ ની જેમ હવે ચૈત્રી પૂનમ નું પણ તેટલુંજ મહત્વ અંબાજી નું વધી ગયું છે અને આ ચૈત્રી પૂનમ હવે બાધા ની પૂનમ નામ થી પણ ઓળખાવા લાગી છેઆજે ચૈત્રી પૂનમ છે ને શક્તિપીઠ અંબાજી માં ભાદરવી પૂનમ ના મેળા ની જેમ આ ચૈત્રી પૂનમે પણ તેટલોજ માનવ મેહરામણ અંબાજી ખાતે પહોંચે છે મોટી સંખ્યા માં પદયાત્રીઓ પગપાળા યાત્રા કરી અંબાજી પહોંચતા હોય છે જેના કારણે અંબાજી ના માર્ગો જય અંબે ના નાદ થી ગુંજી ઉઠે છે ખાસ કરીને જેમ ભાદરવી પૂનમે ધજા ચઢાવાનું વિશેષ પ્રમાણ જોવા મળતું હોય છે ત્યાં આ ચૈત્રી પૂનમે શ્રદ્ધાળુઓ પોતાની બાધા માનતા પુરી કરવા માથે માંડવી ને ગરબી લઇ માં અંબે ના દ્વારે પહોંચતા નજરે પડ્યા હતા જ્યાં વર્ષો થી પગપાળા કરી અંબાજી પહોંચતા યાત્રિકો આજે પણ અંબાજી પહોંચી પોતાની બાધા માનતા પૂર્ણ કરે છે એક નહિ પણ અનેક સંખ્યામાં માથે ગરબી લઇ અંબાજી મંદિરે પહોંચી પોતાની માનતા પૂર્ણ કરે છે આ ગરબી ને ફૂલો ના ગરબા પણ કહેવાય છે આમ તો પદયાત્રીઓ માતાજી નો રથ લઇ અંબાજી મોટી સંખ્યા માં પહોંચે છે પણ આ ચૈત્રી પૂનમે શ્રદ્ધાળુઓ રથ તો ખરા પણ માથે ગરબી લઇ પગપાળા અંબાજી પહોંચે છે આ ગરબી સાથે હવે શ્રદ્ધાળુઓ પોતાની બાધા માનતા પૂર્ણ કરવા ધજાઓ લઈને પણ અંબાજી મંદિરે પહોંચેલા નજરે પડયા હતા અંબાજી માં હવે દિનપ્રતિ દિન માં અંબે પ્રતેય લોકો ની શ્રદ્ધા માં જેમ જેમ વધારો થઇ રહ્યો છે તેમ આવા મેળાવડાઓ પણ વધી રહ્યા છે ને તેમાં પણ ખાસ કરીને કોરોના બાદ ચોક્કસ પણે લોકો ની આસ્થા માં વધારો થયો છે ને શક્તિપીઠો ભક્તો થી ઉભરાવા લાગ્યા છે..મહેન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું.