પરફેક્ટ સ્કૂલ ખાતે જન્માષ્ટમી ના પાવન પર્વ પર ” #ધાન્ય #વર્ષ ” અંતર્ગત શ્રીકૃષ્ણ ભગવાનની 27 × 17 ફૂટ ની મેઘા ઇમેજ બનાવવામાં આવી.


*પરફેક્ટ સ્કૂલ ખાતે જન્માષ્ટમી ના પાવન પર્વ પર ” #ધાન્ય #વર્ષ ” અંતર્ગત શ્રીકૃષ્ણ ભગવાનની 27 × 17 ફૂટ ની મેઘા ઇમેજ બનાવવામાં આવી*.
જન્માષ્ટમી ના પાવન પર્વ નિમિત્તે કૃષ્ણ ભગવાન ની મેઘા બનાવવામાં આવી.આ ઇમેજ સંપૂર્ણ (ધાન્ય) 25 કિલો બાજરીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી. આ ઇમેજ દ્વારા વિદ્યાર્થીઓ કૃષ્ણ જન્મોત્સવ નું મહત્વ સમજે અને સાથે સાથે વિદ્યાર્થીઓમાં ધાન્યનું મહત્વ પણ સમજાય એ ઉદ્દેશ્યથી ઇમેજ મુખ્યત્વે ધાન્ય ના ઉપયોગ થી બનાવવામાં આવી હતી. જન્માષ્ટમી પર્વ નિમિત્તે સ્કૂલના વિદ્યાર્થીઓ કૃષ્ણ અને રાધા બની ને આવ્યા હતા.તેઓ ને પણ આ ઇમેજ સાથે ઉભા રાખ્યા હતા. તદઉપરાંત બાળકો એ કૃષ્ણ ભગવાન ની લીલા અને જીવન ચરિત્ર પર આધારિત પ્રસંગો ને સુજ્ઞ વેશભૂષા પહેરી ને બાળકો સામે રજૂ કર્યા હતા જે આ સમગ્ર ઉજવણીનું આકર્ષણ કેન્દ્ર રહ્યું હતું. કાર્યક્રમ ની શરૂઆત ભગવાન ની આરતી દ્વારા કરવામાં આવી હતી. બાળકોએ તથા શિક્ષકો એ કૃષ્ણ ભક્તિ ના ભજન પણ ગાયા હતા અને વિવિધ ગીતો પર ડાન્સ પણ કર્યો હતો. ત્યારબાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ના દીકરા અને દીકરીઓ એ મટકી ફોડ ના કાર્યક્રમ માં પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ થી સમગ્ર મેદાન ગુંજી ઉઠ્યું હતું અને બાળકો આનંદ થી ગરબા ના તાલે ઝૂમી ઉઠ્યા હતા.શ્રી કૃષ્ણ ભગવાન ની મેધા ઇમેજ સંપૂર્ણપણે હિરેનભાઈ એ ખૂબ સૂજબૂઝથી સંદેશો પાઠવતી બનાવી હતી. જેના બદલ શાળાના મેનેજમેન્ટે, શાળા પરિવારે અને વિદ્યાર્થી મિત્રોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા
જયંતિ પરમાર સાબરકાંઠા








