DHRANGADHRAGUJARATSURENDRANAGAR

હાઇકોર્ટનાં સન્માનિત જજ હસમુખ ડી સુથાર દ્રારા પોલીસને એક મહિનામાં તપાસ રિપોર્ટ કરવાનો હુકમ કર્યો.

તા.12/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

હાઇકોર્ટનાં સન્માનિત જજ હસમુખ ડી સુથાર દ્રારા પોલીસને એક મહિનામાં તપાસ રિપોર્ટ કરવાનો હુકમ કર્યો, અરજદારને તપાસ યોગ્ય ન લાગે તો હાઇકોર્ટ સહીત યોગ્ય ફોરમ સુધીની સંપૂર્ણ છૂટ સાથેનો અધિકાર આપ્યો, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામના ટીનાબેન કુડેચાની સારવારનાં પૈસા લીધા છતાંય ગુજરાત સરકારની એક્સીડંટ સ્કીમમાં પણ પૈસા ક્લેમ કરવાનો કિસ્સો બહુ ગાજ્યો હતો પણ આ મામલે ટીનાબેનનાં પતિ સમરતભાઈ કુડેચા અરજદાર બની જિલ્લા કલેકટર સુધી રજુઆત કરવા ગયા હતા પણ એક તરફ અરજદાર પાસે યોગ્ય પુરાવાઓ હોવા છતાંય કોઈ કાયદાકીય પ્રક્રિયા ધ્રાંગધ્રાની શ્રીજી મલ્ટી સ્પેશિયલીસ્ટ હોસ્પિટલ સામે જોવા મળી નહોતી આ દરમિયાન અરજદાર દ્રારા નામદાર હાઇકોર્ટનો દરવાજો ખખડાવવામાં આવ્યો છે જેમાં હાઈ કોર્ટનાં સન્માનિત જજ હસમુખ ડી સુથાર દ્રારા સુનાવણીમાં જિલ્લા પોલીસવડા તેમજ ધ્રાંગધ્રા સીટી પોલીસ ઇન્સ્પેકટરને દર્દી તેમજ રાજ્ય સરકાર એમ બંને પક્ષે છેતરપિંડી મામલે એક મહિનામાં તટસ્થ તપાસ કરી હાઇકોર્ટ સમક્ષ રજુ કરવાનો હુકમ કર્યો છે જો કે જજ હસમુખ ડી સુથાર દ્રારા અરજદારને જો પોલીસ તપાસમાં તટસ્થતાં ન લાગે કે અયોગ્ય લાગતી કોઈ પણ બાબતમાં અરજદારને ફરી હાઇકોર્ટ તેમજ યોગ્ય દરવાજે વાત મુકવાનો સંપૂર્ણ અધિકાર આપ્યો હતો આ તકે અરજદારનાં વકીલ સત્યજીતસિંહ એસ સોનગરાની ધારદાર રજુઆતનાં પગલે હાઇકોર્ટ દ્રારા તત્કાલ અરજીનો નિકાલ કરીને હુકમ કરવા સાથે ભવિષ્યમાં પણ આ કેસમાં દર્દીને વિશેષ સત્તાઓ સાથેની લગામ પણ સોંપી છે ત્યારે આવનારા સમયમાં પોલીસ દ્રારા ખાનગી હોસ્પિટલ ઉપર એફ આઈ આર નોંધવામાં આવે છે કે તપાસનું નાટક હજી લાબું ચાલશે તેં આવનારો સમય જ જાણે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button