
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં મહિલા અને બાળ વિકાસની યોજના અંતર્ગત લાભાર્થીઓ ને આપવામાં આવતા ચણા(કઠોળ)ના પેકેટ મામલે રાજ્ય સરકારે ગંભીર નોંધ લઇ તપાસના આદેશ કરવામાં આવ્યા
અરવલ્લી જિલ્લામાં મહિલા અને બાળ વિકાસની યોજના અંતર્ગત લાભાર્થીઓ ને આપવામાં આવતા ચણા(કઠોળ)ના પેકેટમાં જીવાત હોવાનો વિડીયો વાયરલ થયા બાદ અહેવાલ પ્રસિદ્ધ થતા બાદ રાજ્ય સરકારે ગંભીર નોંધ લઇ તપાસના આદેશ કરવામાં આવ્યા હતા,અરવલ્લી ICDS વિભાગની ટીમે તપાસ કરતા સળેલો જથ્થો લાભાર્થી ઓ સુધી પહોંચતા,અરવલ્લી બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા અરવલ્લી જિલ્લાના તમામ ઘટકને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY) સ્ટોક ઉપાડ બાબતે આવેલ સ્ટોક ની ચકાસણી કરી તાત્કાલિક ઉપાડ કરાવવો, બગડેલ સ્ટોક હોય તો તેનો ઉપાડ કરવો નહી.ઉપાડ થયેલ સ્ટોક બગડેલ હોય તો જે તે સસ્તા અનાજની દુકાન પર પરત કરવો તથા લાભાર્થી ને બગડેલ સ્ટોકનું વિતરણ થાય નહિ તેની ખાસ નોંધ લેવા અરવલ્લી પ્રોગ્રામ ઓફિસર (ICDS)અરવલ્લી જિલ્લા પંચાયત દ્વારા કર્મચારીઓ ને પત્ર દ્વારા જાણ કરવામાં આવી હોવાનો પત્ર સામે આવ્યો હતો.









