ઈડર નગરપાલિકા ના સફાઈ કામદારને મારતા હોવાનો વિડીયો વાયરલ થયા નો મુદ્દો હવે ગરમાયો

ઈડર નગરપાલિકા ના સફાઈ કામદારને મારતા હોવાનો વિડીયો વાયરલ થયા નો મુદ્દો હવે ગરમાયો છે.. જેમાં ગઈ કાલે ઇડર નગરપાલિકા ના સફાઈ કર્મી રામદેવ સોલંકી નામના ઇસમ ને મારતા હોવાનો વિડીયો સોસિયલ મીડિયામાં વાયરલ થયો હતો.. જેમાં અન્ય ઇસમ દ્રારા સફાઈ કર્મીને લાકડી દ્વારા ઢોર માર મરાયા બાદ સફાઈ કર્મીને ઈડર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયો છે…
સાબરકાંઠાની ઈડર નગરપાલિકા ખાતે ફરજ બજાવતા રામદેવ સોલંકી નામના સફાઈ કર્મી પર જૂની પાંજરાપોળ વિસ્તારમાં રહેતા શખ્સે જાહેરમાં ચાલુ ફરજ દરમિયાન લાખણી ઢોર માર મારતા મામલો ગરમાયો છે.. પાલિકાના સફાઈ કર્મીને ઢોર માર મારવા મુદ્દે ઇડર નગરપાલિકા ના સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા બાદ સફાઈ કર્મચારી કામથી અળગા રહીને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે.. તત્કાલ ઢોર માર મારનાર ઇસમ પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.. ઈડર નગરપાલિકા ખાતે ભેગા થયેલ સફાઈ કર્મીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી ઇડર પોલીસ સ્ટેશન ચાલતા જઈ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.. નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ નગરપાલિકા ના સ્ટાફ દ્વારા આગળની પોલીસ ફરિયાદ ની તજવીજ હાથ ધરાઇ હતી…
સફાઈ કર્મચારી ને લાકડી દ્વારા માર મારવા નો વિડિયો વાયરલ થતા ઇડર શહેર માં આ મુદ્દો ચર્ચા નું કેન્દ્ર બન્યો હતો.. જોકે સ્થાનિક સમાજીક લોકો ને ખબર પડતાં તે વ્યક્તિ ને તત્કાલ નજીક ની સિવિલ હોસ્પિટલ માં સારવાર અર્થે દાખલ કરાયા હતા અને પોલીસે આ બાબતની જાણ કરાતા જે આરોપી ને પકડવા ના ચક્રો ગતિમાન કર્યા હતા.. ત્યારબાદ આજે રામદેવ સોલંકી ના પરિવારો અને તેમના સહકર્મીઓ અને સામાજિક આગેવાનો વિરોધ નો વંટોળ તેજ થયો હતો જેથી આજે ઇડર નગરપાલિકા ખાતે સફાઈ કર્મચારીઓ પોતે આજે હડતાળ પર રહેશે તે મુદ્દો સાથે એક દિવસ માટે પોતાનો વિરોધ દર્શાવ્યો તેમજ સૂત્રોચ્ચાર સાથે નગરપાલિકા ના અધિકારી અને ઇડર પોલીસ સ્ટેશન ખાતે સહકર્મીઓ સાથે રાખીને પોલીસ સ્ટેશન રજૂઆત કરાઈ હતી.. જોકે આ મામલે ઇડર પોલીસ દ્વારા આ આરોપી ને પકડી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી કે ખરેખર એવું શું હતું કે તેણે આ વ્યક્તિ દ્વારા ઢોર માર મારાયો તે વ્યક્તિ શું નશાની હાલત માં હતો કે પછી અન્ય કોઈ બાબત ને લઈ પોલીસે તમામ પાસાઓ રાખી આગળની કાર્યવાહી હાધ ધરી છે.. હાલમાં પોલીસે અશ્વિન કુમાર જાની નામના ઇસમ ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી…
જોકે હાલમાં લાકડી દ્વારા ઢોર માર મારવા ના વિડિયો મુદ્દે ઇડર શહેર ના સોશિયલ મીડિયા મુદ્દે તેમજ લોકોમાં મુદ્દો ટોકઓફ ટાઉન બન્યો છે.. ત્યારે ઈડર પોલીસે ધટના બનેને ગણતરીના કલાકોમાં આરોપીની અટકાયત કરી સિવિલ હોસ્પિટલ ખાતે આરોપીનાં પ્રોહીબિશન નાં બ્લડ સેમ્પલ લઈ આગળની વધું તપાસ હાથધરી છે…
જયંતિ પરમાર સાબરકાંઠા








