BHUJGUJARATKUTCH

લોકસભા ચૂંટણી માટે કચ્છ કલેકટર કચેરી તેમજ પ્રાંત કચેરી ભુજ ખાતે ૧૯ એપ્રિલ સુધી ઉમેદવારી માટે ફોર્મ ભરી શકાશે.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

રિપોર્ટ  :- રમેશભાઈ મહેશ્વરી-ભુજ કચ્છ.

ભુજ, તા-11 એપ્રિલ : ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કાર્યક્રમ અનુસાર ૧-કચ્છ(અ.જા.) સંસદીય મતદાર વિભાગમાં લોકસભાના સભ્યની ચૂંટણી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ યોજાનાર છે. ચૂંટણી અંગેના ઉમેદવારીપત્રો ચૂંટણી અધિકારી ૧-કચ્છ(અ.જા.) સંસદીય મતદાર વિભાગ અને કલેકટર, કચ્છ કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, કચ્છ-ભુજ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી ૧-કચ્છ(અ.જા.) સંસદીય મતદાર વિભાગ અને પ્રાંત કચેરી, ભુજ સબ ડિવિઝનના, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, ભુજ-કચ્છ ખાતે મોડામાં મોડું ૧૯ એપ્રિલ, ૨૦૨૪ (શુક્રવાર) સુધીમાં કોઈપણ દિવસે (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧-૦૦ થી બપોરના ૩.૦૦ કલાક સુધીમાં પહોંચાડી શકાશે. ઉમેદવારીપત્રના ફોર્મ ઉપર દર્શાવેલ સ્થળ ખાતે અને સમય દરમિયાન મળી શકશે.ઉમેદવારીપત્રોની ચકાસણી ચૂંટણી અધિકારી અને કલેક્ટર કચ્છની કચેરી, જિલ્લા સેવા સદન, ભુજ-કચ્છ ખાતે ૨૦ એપ્રિલ, ૨૦૨૪(શનિવાર) ના રોજ સવારના ૧૧-૦૦ કલાકે હાથ ધરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચવા અંગેની નોટીસ ઉપર દર્શાવેલ ચૂંટણી અધિકારીશ્રીને તેમની કચેરીમાં ૨૨ એપ્રિલ, ૨૦૨૪(સોમવાર) ના રોજ બપોરના ૩.૦૦ વાગ્યા પહેલા પહોંચાડી શકાશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી કચ્છની અખબારી યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button