GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

ભવનાથ ફરવા આવેલ યાત્રીકોના ગુમ થયેલ મોબાઈલ ફોન શોધી યાત્રિકોને પરત કરતી ભવનાથ પોલીસ

ભવનાથ ફરવા આવેલ યાત્રીકોના ગુમ થયેલ મોબાઈલ ફોન શોધી યાત્રિકોને પરત કરતી ભવનાથ પોલીસ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : ભવનાથ પ્રવાસમાં આવતા યાત્રાળુઓના ભવનાથ વિસ્તારમાં ખોવાયેલા મોબાઈલ ફોન શોધીને જે તે મોબાઈલ ધારકોને તેના મોબાઈલ ભવનાથ પોલીસે પરત કર્યા.
જૂનાગઢ રેન્જના ડી.આઇ.જી. નીલેશ જાજડીયા તથા જિલ્લા પોલીસવડા હર્ષદ મહેતાનાં નેતૃત્વમાં ડીવાયએસપી હીતેશ ધાંધલ્યાની સુચના મુજબ પોલીસ પ્રજાનો મીત્ર છે. તે સુત્ર સાર્થક કરવા ભવનાથ વિસ્તારમાં આવતા યાત્રાળુઓ પોતાના પ્રવાસ દરમ્યાન કોઇ તકલીફનો સામનો ન કરવો પડે તેવા હેતુસર ભવનાથ પોલીસ સતત પ્રયત્નશીલ હોય, ત્યારે ભવનાથ ખાતે પ્રવાસ અર્થે આવેલ યાત્રળુઓના ગુમ થયેલ મોબાઈલ ફોન શોધી આપવા ઉપરી અધિકારીઓ દ્વારા સુચના કરવામાં આવેલ હોય.
જે અનુસંધાને ડીવાયએસપી હીતેશ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.વી.આંબલીયા તથા હેડ.કોન્સ. પી.બી.અખેડ તથા ડીવાયએસપી ઓફીસના ટેકનીકલ વિભાગના એ.એસ.આઈ. કમલેશભાઈ કીડીયા, પો.કોન્સ. અશ્વીનભાઇ, કૌશિકભાઇ ડાકી અને જીતુસિંહ જીંજીયા સહિત પોલીસ સ્ટાફના માણસો દ્વારા ટેકનીકલ સોર્સીસ તેમજ હ્યુમન રીસોર્સીસની મદદથી અરજદારોના ગુમ થયેલ રૂ.૧,૦૨,૧૮૯/- ના
પાંચ જેટલા મોબાઈલ ફોન શોધી કાઢી અરજદારોને પરત કર્યા હતા. ત્યારે તમામ અરજદારોએ ભવનાથ પોલીસ સ્ટેશનના સ્ટાફનો તથા જુનાગઢ પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.

[wptube id="1252022"]
Back to top button