GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર ના વજાપુર ગામે શ્રીહનુમાન જન્મોત્સવ ની ઉજવણી કરાઈ

વિજાપુર ના વજાપુર ગામે શ્રીહનુમાન જન્મોત્સવ ની ઉજવણી કરાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના વજાપુર ગામે આવેલ શ્રી ભીડ ભંજન હનુમાનજી નું મંદિર આવેલું છે.ચાલુ વર્ષે મંગળવારે સવારે 8 થી 12 મારુતિ યજ્ઞ નો આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 28 પાટલા નો યજમાનો એ લાભ લીધો હતો.સાંજે ગ્રામજનો દ્વારા બેન્ડબાજા સાથે ગામમાં શોભાયાત્રા ફેરવી હતી.સવારે થી મંદિર ખાતે ભક્તજનો ની ભીડ જોવા મળી હતી. બપોરે પ્રસાદી નું વિતરણ કરવામાં આવ્યું હતુ. જેમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ લાભ લીધો હતો બપોરે અને સાંજે ગ્રામજનોને ભોજન સ્વરૂપે પ્રસાદી આપવા માં આવી હતી જેમાં સમૂહ ભોજનનો ગ્રામજનોએ લાભ લીધો હતો. કાર્યક્રમમાં ગ્રામજનો એ ઉત્સાહ અને હર્ષઉલ્લાસ સાથે ભાગ લીધો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button