
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ નચિકેતા આર્ટસ કોલેજ કેમ્પસમાં વોલી બોલ નાઈટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે ડાયાભાઈ પિલીયાતર,ભૂપતાજી મકવાણા,ઇશ્વરભાઈ પટેલ, અમીભાઈ દેસાઈ, બાબુભાઈ પટેલ ખસા,સંસ્થાના પ્રમુખ બાબુભાઈ શેઠ સંસ્થાના ડાયરેક્ટર મિત્રો,વિસ્તારના કોચ મિત્રો તેમજ વિશાળ સંખ્યામાં દર્શકો ઉપસ્થિત રહી વોલીબોલ નાઈટ ટુર્નામેન્ટની મજા માણી હતી.ફાઇનલમાં નાણા ઇલેવન અને નેસડા
ઇલેવન વચ્ચે થયેલ જેમાં નાણા ઇલેવન ચેમ્પિયન બનેલ ચેમ્પિયન ટીમને ટ્રોફી અને રોકડ ઇનામ આપી સન્માનિત કરેલ.આ ટુર્નામેન્ટને સફળ બનાવવા નચિકેતા આર્ટસ કોલેજના પ્રોફેસર કલ્પેશભાઈ ગોહિલ તેમજ સમગ્ર નચિકેતા પરીવારે જહેમત ઉઠાવેલ.
નટવર. કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]



