સંજેલી ની ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી દ્વારા N.M.M.S પરીક્ષા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

તા.08.02.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
સંજેલી ની
ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી દ્વારા N.M.M.S પરીક્ષા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત ન્યુ પાર્થ નવોદય-એકલવ્ય નવોદય તાલીમ વર્ગ સંજેલી છેલ્લા ૧૭ વર્ષથી કાર્યરત છે જેમાં ધોરણ ૫માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા, એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલ પ્રવેશ પરીક્ષા અને N.M.M.S પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે.. સાથે સાથે અનાથ બાળકો, અપંગ બાળકો અને અતિ ગરીબ વિદ્યાર્થીઓ વિનામૂલ્યે માર્ગદર્શન,તાલીમ અને જરૂરી મટીરીયલ વિનામૂલ્યે આપવામાં આવે છે
જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી- મોરા- સુખસરના તાલીમ કેન્દ્રોના સંચાલક દિલીપકુમાર એચ.મકવાણા દ્વારા તારીખ -૧૨ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રવિવારના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા N.M.M.S ના અનુસંધાનમાં એક દિવસીય ફ્રી સેમીનારનું આયોજન શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને હોલ ટીકીટ, બેઠક વ્યવસ્થા,પરીક્ષા પદ્ધતિ સમજ આપવામાં આવી હતી. આ સેમિનારમાં સંજેલી તાલુકાના અંદાજે 130 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને N.M.M.S પરીક્ષાની માહિતી મેળવી હતી. આ સેમિનારમાં ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલીના સભ્યો અશ્વિનભાઈ સી. સંગાડા, રાજુભાઈ એસ. મકવાણા તેમજ અન્ય વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ના સંચાલક દિલીપકુમાર એચ.મકવાણાએ આભાર વ્યક્ત કર્યો હતો








