પાવાગઢ ખાતે નુતન વર્ષના ચાર દિવસ દરમિયાન અઘઘ સાત લાખ ઉપરાંત માઇ ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૭.૧૧.૨૦૨૩
સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે નુતન વર્ષના ચાર દિવસ દરમિયાન અઘઘ સાત લાખ ઉપરાંત માઇ ભક્તો માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી તેઓનું વર્ષ મંગલમય રહે તે અર્થે માતાજીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.શક્તિપીઠ પાવાગઢ ખાતે નૂતન વર્ષમાં માતાજીના દર્શન કરવાનો ભક્તોમાં વિશેષ મહિમા હોય છે.તેમાં પણ બેસતા વર્ષની સંધ્યાકાળ થીજ ભક્તોનો ભારે પ્રવાહ પાવાગઢ તરફ અવિરત પણે આવતા જોવા મળ્યા હતા. જેને લઇ પાવાગઢ ને જોડતા તમામ માર્ગો પર ભક્તોનું ઘોડાપૂર ઉમટેલું જોવા મળે છે.એમાં પણ ખાસ કરીને પગપાળા યાત્રા સંઘો ના કારણે પાવાગઢને જોડતા માર્ગો પર જય માતાજીના ભારે જય ઘોષ સાંભળવા મળતા હતા.દિવાળીના વેકેશનને લઈ યાત્રીકો નો રેકોર્ડ બ્રેક સાત લાખ ઉપરાંત માઇ ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.જેમાં અડધા ઉપરાંત ભક્તો મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર તેમજ અન્ય પ્રાંતોના જોવા મળતા હતા. પ્રતિવર્ષ નૂતન વર્ષમાં દિવાળી વેકેશન માં લાખોની સંખ્યામાં માઇ ભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે.યાત્રિકોને શાંતિપૂર્ણ દર્શન થાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિરના દ્વાર આ તમામ દિવસો દરમિયાન વહેલી સવારે ૪.૦૦ કલાકે ખુલ્લા મુકવામાં આવતા હતા.જોકે ભક્તો રાત્રિ દરમિયાન જ ડુંગર પર થઈને મંદિર પરિસરમાં પહોંચી જતા હતા.નીજ મંદિરના દ્વાર ભક્તોના દર્શનાર્થે ખુલ્લા મુકાતા ભક્તો દ્વારા જય માતાજીના ભારે જય ઘોષ થી મંદિર પરિસર નું વાતાવરણ ભક્તિ સભર થઈ જતુ હતુ.અને ભક્તો શિસ્ત બધ રીતે માતાજીના ચરણોમાં ધન્યતા અનુભવતા હતા.અને તેઓનું- વર્ષ મંગલમય રહે તેવી માતાજીને મનોકામના કરતા જોવા મળતા હતા.દિવાળીના વેકેશનને પગલે લાખોની સંખ્યામાં માઇ ભક્તો દર્શનાર્થે આવવાના હોય કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ માઇ ભક્તોની સલામતીને ધ્યાનમાં લઇ પોલીસ દ્વારા પાવાગઢ તળેટીથી નિજ મંદિર સુધી નો ભાગ પોલીસ છાવણીમાં તબદિલ થઈ ગયેલો જોવા મળતો હતો.જેમાં ૧,ડી.વાય.એસ.પી, ૩,પી.આઇ,૧૦,પી.એસ.આઇ તેમજ મહિલા પોલીસ જીઆરડી, હોમગાર્ડ આમ કુલ મળી ૩૦૦, ઉપરાંત પોલીસ કર્મીઓ દ્વારા કાયદો ને વ્યવસ્થા જળવાય તે અર્થે બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યા હતા.જ્યારે આ ચાર દિવસ દરમિયાન ૨૮,જેટલા લોકો પરિવારથી વિખુટા પડી ગયા હતા.તેઓનો પરિવાર સાથે ભારે જહેમત બાદ સુખદ મેલાપ પોલીસ દ્વારા કરાવવામાં આવ્યો હતો.












