GUJARATJUNAGADHVANTHALI

જૂનાગઢ શાપુર ગામમાં બહાઉદ્દીન વિનયન કોલેજના NSSની વાર્ષિક શિબિર યોજાઈ

સેવાકીય કર્યો થકી જીવનના નવતર પાઢ શીખતા વિદ્યાર્થીઓ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : બહાઉદ્દીન વિનયન કોલેજના એન.એસ.એસ યુનિટ દ્વારા તા.૧-૧-૨૦૨૪ થી તા.૭-૧-૨૦૨૪  દરમિયાન વંથલી તાલુકાના શાપુર ગામે NSSની વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પ દરમિયાન એન.એસ. એસ.ના સ્વયંસેવકો દ્વારા શાપુર ગામમાં સફાઈ અભિયાન, રક્તદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ તથા જનજાગૃતિલક્ષી સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ સિવાય ગામની પ્રાથમિક શાળા ખાતે આયુર્વેદ વિષયક, કાનૂની સેવા વિષયક વિશે વ્યાખ્યાનો તેમજ સાયબર ક્રાઈમ અંગે નુક્કડ નાટકોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પના માધ્યમથી વિદ્યાર્થીઓમાં સેવાની ભાવનામાં અને સંવેદનશીલતામાં જેવા ગુણોનો પણ વિકાસ થયો છે. આમ, વિદ્યાર્થીઓને જીવનના પાઠ પ્રાયોગિક ધોરણે શીખવા મળ્યા હતા.
શિબિરના ઉદઘાટન સત્રમાં ગામના સરપંચ માધવીબેન કાચા, તથા અન્ય આગેવાનો, શૈલેષભાઈ કાચા, બહાઉદ્દીન કોલેજના આચાર્યશ્રી ડો.પી.વી. બારસિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનું આયોજન તેમજ સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસરશ્રી હાર્દિકભાઈ રાજ્યગુરુ અને કોલેજના પી.ટી.આઈ. ડૉ. એમ.આર. કુરેશી દ્વારા કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button