
૧૩-જૂન.
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ
માંડવી કચ્છ :- કચ્છના બંદરીય શહેર માંડવી પર “બિપોરજોય” નામના વાવાઝોડાની ત્રાટકવાની સંભાવના અને ભારે વરસાદની આગાહીની ગંભીરતાને ધ્યાને લેતાં કાચા મકાનો તથા નીચાણ વાડા વિસ્તારમાં રહેતા ૧૦૦ થી વધુ લોકોને સુરક્ષિત સ્થળ પર માંડવી નગરપાલિકા વોર્ડ નંબર ૪ ના નગરસેવકો (વિશાલ ઠક્કર, હનિફ જત, જશુબેન હાલાઈ,કસ્તુરબેન દાતણીયા) તથા આગેવાનો દ્રારા ખસેડવામાં આવ્યા તથા તેમના માટે ચા-નાસ્તો અને સરકારી તંત્ર દ્વારા ફુડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી ત્યારે શહેર ભાજપાના મહામંત્રી કિશનસિંહ જાડેજા, પુનિતભાઈ ગોર, અમરસિંહ કોલી, પ્રવિણભાઈ ગોર, રશ્મિકાંત પરમાર, નુરમામદ કુંભાર, રોનક સોની,શક્તિસિંહ ઝાલા, મિલન ગોસ્વામી વગેરે કાર્યકરો તથા આગેવાનો સ્થાનીક લોકોની મદદે આવ્યાં.
[wptube id="1252022"]