નવસારી: વિશ્વ હિન્દુ પરિષદનું હિન્દૂ બહુમતી ધરાવતા વિસ્તારોમાં વિધર્મીઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા કલેકટરને આવેદન…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
સંસ્કારી નગરી નવસારી શહેરમાં હિન્દુ બહુમતી વાળા વિસ્તારોમાં આયાતી વિધર્મીઓ પગપેસાર કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તેમજ હિન્દૂ લાયન્સ સંગઠન તેમજ સનાતન ધર્મ પ્રેમીઓ બહોળી માત્રા ભેગા મળી નવસારી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી અશાંતધારાનો અમલ કરવાની માગ કરવામાં આવી છે.
નવસારી શહેરમાં આવેલા વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ, લાયન્સ હિન્દૂ સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં શહેરમાં આવેલા હિન્દુ બહુમતી વાળા મહોલ્લાઓ તેમજ સોસાયટીઓમાં આયાતી વિધર્મીઓના પગપેસારા સામે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. જેને લઇને જ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનમાં નવસારી શહેર અને જિલ્લામાં અશાંત ધારો લાગુ કરવાની પ્રબળ માંગ કરવામાં આવી હતી.
શહેરમાં વિરાવળ જકાતનાકાથી શરૂ કરી શહેર સુધીમાં આયાતી વિધર્મીઓની વધતી વસ્તીની તથષ્ટ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. ૯૦ ટકા જૈનોની વસ્તી ધરાવતા મહાવીર સોસાયટીમાં બિલ્ડિંગ વિધર્મીને વેચવામાં આવ્યું હોવાથી અશાંત ધારાની માંગ કરવામાં આવી છે. અશાંતધારા ઉપરાંત વિહિપ દ્વારા લવ જેહાદ સહિત ગૌ-હત્યાને લઈ પણ રજૂઆત કરવામાં આવી હતી.આ ઉપરાંત એપીએમસી પાસે એક મકાનની મંજૂરી લઈને ગેરકાયદેસર મસ્જિદ બનાવવામાં આવી હોવાની રજૂઆત કરી આ અંગે કાર્યવાહીની માગ કરવામાં આવી હતી.સંસકારી નગરી નવસારીમાં ઉતરોતર આયાતી વિધર્મીઓની સંખ્યામાં વધારો નોંધાતા આવનારા દિવસોમાં કયારેક મેવાત જેવી પરિસ્થિતિ ઉભી થાય તેવી પ્રબળ શકતાઓ ને ધ્યાને લઇ આજે અન્યો સંગઠનો સાથે વિશ્વ હિન્દૂ પરિષદ કાર્યકર્તાઓ શાંતિપૂર્ણ માહોલમાં રામધૂન યોજી એક લેખિત આવેદનપત્ર નવસારી જિલ્લા કલેકટરને સુપરત કરી અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી..





