Navsari: રાનકુવા ખારેલ મુખ્ય માર્ગ પર નિયમ વિરુદ્ધ બાંધકામ કરી રહેલ બિલ્ડરો પર અધિકારીઓના આશીર્વાદ..?

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લાનાં ચીખલી તાલુકામાં આવેલ રાનકુવા ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવતા મેઈન રોડ ને અડી ને આવેલા મોટા મોટા બિલ્ડિંગો અને શોપિંગ સેન્ટરો નિર્માણ થયાં છે એમાં કેટલાક બાંધકામો પ્લાન મુજબ ન હોઈ મંજૂરી થી વિપરીત હોય એમ જણાય છે.બાંધકામ પૂર્વ મૂકેલા પ્લાન અને એમાં મંજૂરી મળ્યા બાદ એ પ્લાનને અનુસરવામાં આવ્યા વગર મનસ્વી રીતે બાંધકામ કરી લેવામાં આવે છે. જ્યારે પ્રાપ્ત અહેવાલ મુજબ બ્લોક સરવે નંબર :૧૩૪૨/ પૈકી ૧ વાળી બિનખેતી રહેણાંક ના હેતુની મંજૂરી ધરાવતી જમીન પર થઈ રહેલ બાંધકામ લોકોમાં અનેક શંકાઓ ઉપજાવી રહી છે.ત્યારે આ જગ્યા ૨૦/૧૦/૨૦૦૯ ના લેટર મુજબ આ જગ્યા પર ફક્ત રહેણાંક હેતુ માટે બાંધકામની પરવાનગી લેવામાં આવેલ હોય જ્યારે રાનકુવા ગ્રામ પંચાયત પાસે બાંધકામની રજાચીઠ્ઠી ૧૪/૧૨/૨૦૨૦ ના રોજ લેવામાં આવેલ હોય તો બાંધકામ કરનાર ઈસમ દ્વારા રજૂ કરવામાં આવેલ પુરાવાઓ ના આધારે શું ગ્રામ પંચાયત દ્વારા પુરાવાઓના આધારે બાંધકામ કરનાર ઈસમને બાંધકામની પરવાનગી આપવામાં આવેલ છે કે કેમ ?ત્યારે હાલ તો અનેક પ્રશ્નો ઉદભવી રહ્યાં છે.ત્યારે સવાલ એ ઉદભવે છે કે ગ્રામ પંચાયતની ભૂમિકા શંકાસ્પદ લાગી રહી છે. ત્યારે આવા બિલાડી ની ટોપ ની જેમ નીકળી ગયેલાં બિલ્ડરો પર લગામ લાગશે કે પછી સરકારી અધિકારીઓ માટે પડકાર જનક એવા બાંધકામો ચાલુ જ રહેશે તેવા અનેકો સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે.આ બાબતે રાનકુવા સરપંચ અરવિંદભાઈ પટેલ પાસેથી મળતી માહિતી મુજબ પહેલા આ બાંધકામ માટે ની પરવાનગી અમારી અગાઉ ની બોડી દ્વારા આપવામાં આવી છે. જયારે અમે પંચાયત દ્વારા એક નોટીસ પાઠવી અને બાંધકામ મુજબ ની પરવાનગીની વિગતો રજુ કરવા માટે જણાવ્યું છે.ત્યારે હજુ સુધી કોઈ ડોકયુમેન્ટ પંચાયત કચેરીમાં રજુ કરેલ નથી





