
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મોટીવાલઝર પ્રાથમિક શાળાના ૧૦૭ માં શાળા સ્થાપના દિવસની તથા વાલી સંમેલનની શાળા પરિવાર, શાળાના સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલીઓ,ગ્રામજનો દ્વારા ખુબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમ શાળાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી નગીનભાઈ પટેલનાં અધ્યક્ષસ્થને યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમનું ઉદ્દ્ઘાટન ભૂતપૂર્વ વિદ્યાર્થી રતનબેન પટેલ અને કમળાબેન પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી ડી.આઈ.પટેલ, જશુબેન પટેલ, સ્વાતિબેન પટેલ વાલીમંડળના પ્રમુખ અને સામાજિક કાર્યકર્તા શ્રી કેશવભાઇ પટેલ, સરપંચ શ્રી ગણપતભાઈ પટેલ, SMC અધ્યક્ષ તથા સૌ સભ્યો, શાળાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા ગામ અગ્રણીઓ સર્વશ્રી જીતેન્દ્રભાઇ લાડ, અમ્રતભાઇ પટેલ, છગનભાઇ પટેલ, વિજયભાઇ પટેલ, કાંતિલાલ પટેલ, ચીમનભાઇ લાડ, દિનેશભાઇ સોલંકી, મહેશભાઇ પટેલ વગેરે હાજર રહ્યા હતાં.
આચાર્યશ્રી સ્નેહલભાઇએ સૌ મહેમાનોને આવકારી શાળાની પ્રગતિની ઝાંખી કરાવી હતી. શાળાના બાળકોએ ૧૨ જેટલી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓ રજૂ થઇ હતી.. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ગ્રામજનો, વાલીઓ હાજર રહ્યા હતાં. સૌ મહેમાનોએ શાળાનાં સૌ શિક્ષકો અને આચાર્યશ્રીને કાર્યક્રમની સફળતા માટે અભિનંદન પાઠવ્યાં હતાં. શાળાનાં શિક્ષિકા જ્યોતીબેને સૌનો આભાર વ્યક્ત કર્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાનાં શિક્ષક શ્રી ધર્મેન્દ્રસિંહ રાઠોડ તેમજ શ્રી દિપકભાઈએ ખુબ જ સુંદર રીતે કર્યુ હતું.





