
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત અલગ અલગ પાંચ રથ નવસારી જિલ્લાના ગામેગામ ફરીને કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચાડી રહયાં છે. અને સાથે લાભાર્થીઓને ઘર બેઠા વિવિધ યોજનાઓના લાભો પણ આપી રહયાં છે. ગ્રામજનો કુમકુમ તિલક અને અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સ્વાગત સ્તૃતિઓ દ્વારા રથોને ઉમળકાભેર આવકારી રહયાં છે.
જે અંતર્ગત આજરોજ નવસારી તાલુકાના અડદા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતાં વિવિધ યોજનાથી ગ્રામજનોને માહિતગાર કરવા માહિતી ખાતા દ્વારા પ્રકાશિત યોજનાકીય સાહિત્ય “વિકસતી જાતિઓ વિકાસના પંથે” પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જિલ્લા માહિતી કચેરી, નવસારીના સહાયક માહિતી નિયામકશ્રી વાય.એમ.ગોસાઇના માર્ગદર્શન હેઠળ રાજય સરકારશ્રીની વિવિધ યોજનાકીય સાહિત્ય/ વિકસિત ભારત સંકલ્પ યાત્રા પેમ્પલેટનું ગ્રામજનોને વિનામૂલ્યે વિતરણ હાથ ધરાયું હતું. યોજનાકીય સાહિત્ય વિતરણમાં કર્મયોગી કર્મચારી શ્રી રોહિત રાઠોડ, શ્રી ધર્મેશભાઇ પટેલે સેવાઓ આપી હતી.





