
તા.૧૦.૦૫.૨૦૨૩
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
ઝાલોદ તાલુકાના વરોડ ગામે અજાણ્યા વાહન ચાલકે રાહદારી ને અડફેટે લીધા
દાહોદ જિલ્લા ના ઝાલોદ દાહોદ હાઈવે વરોડ ચોકડી પર અજાણ્યાં વાહન ચાલકે રોડ પર ચાલતા નિમેવરોડ ગામના રહેવાસી સોલંકી સોનલબહેન ખુમાનભાઇ તેમજ સારિકા બેન સોલંકી શાકભાજી લેવા માટે રોડપર ચાલતા નિકળીયા હતા તે દરમિયાન ઝાલોદ તરફથી આવતી ફોરવીલ ગાડી આગળ ચાલી રહેલા સોનલબહેન તથા સારિકા બેનને પાછળ થી ટક્કર મારતાં ઇજાઓ પહોંચી હતી અને તેઓને તાત્કાલિક સારવાર અર્થે *૧૦૩૩* દ્વારા ઇજાગ્રસ્ત ને લીમડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે *૧૦૮* મારફતે દાહોદ ની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને લીમડી પોલીસ ને જાણ થતાં પોલીસ આવી ધટનાની તપાસ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી
[wptube id="1252022"]








