GUJARATNAVSARIVANSADA

Navsari: વાંસદા ખાતે વિજ વાયર ચોરીના ૧.૪૧ લાખના મુદ્દામાલ સાથે ૫ આરોપીઓની ધરપકડ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમીટેડ વાંસદાના આશરે ૨૫૦૦ મીટર વીજ વાયર જેની અંદાજીત કિંમત ૯૨ હજાર ચોરી કેસમાં સાથે ૫ આરોપીઓને વાંસદા પોલીસે ઝડપી પાડ્યા.

<span;>પ્રાપ્ત માહિતી મુજબ નવસારી જિલ્લા પોલીસવડા સુશીલ અગ્રવાલ તથા નાયબ પોલીસવડા એસ.કે રાય ના નેતૃત્વમાં વાંસદા પોલીસ મથકના પીએસઆઈ જે.વી.ચાવડા તથા પીએસઆઇ બી.જે.ચૌધરી સહિત વાંસદા સર્વેલન્સ પોલીસની ટિમ ખાનગી બાતમીદારો પાસેથી ચોક્કસ બાતમી મળતા શંકાસ્પદ ઈસમોની ધરકપડ કરી કડકાઇથી પૂછપરછ કરતા તેઓ વાંસદા તાલુકાના અલગ અલગ વિસ્તારોમાંથી વીજ વાયરો ચોરી કરી ઉનાઈના બે ઇસમોને વેચાણથી આપેલ હોવાનું જણાવતા વીજ વાયરો ચોરી કરનાર આરોપી (૧) બીપીન બુધ્યાભાઈ પટેલ રહે.ધાકમાળ તા.વાંસદા (૨) રોશન અશોકભાઈ કોંકણી રહે. વરજાખણ તા.ડોલવણ (૩).કૃણાલ સુરેશભાઈ પટેલ રહે.મનપુર તા.વાંસદા તેમજ ચોરીનો મુદ્દામાલ લેનાર (૪) મહેશ રામલખન ગુપ્તા રહે.ઉનાઈ (૫) આશિષ લાલતાપ્રસાદ ગુપ્તા રહે.ઉનાઈ ને ચોરી વાયરો ૨૦૦ કિલો,મોટરસઈકલ ૨ ,મોબાઈલ નંગ ૩ સાથે કુલ ૧.૪૧ રૂપિયાના મુદ્દામાલ સાથે પાંચેય આરોપીઓની ધરપકડ કરી વધુની તપાસ વાંસદા પોલીસે હાથ ધરી હતી.

[wptube id="1252022"]
Back to top button