વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ભારતના ચૂંટણીપંચ તરફથી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ની જાહેરાત તા.૧૬/૦૩/૨૦૨૪ના રોજ કરવામાં આવેલ છે. તે અન્વયે તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ રાજ્યમાં મતદાન થનાર છે. સદર ચૂંટણીના સંદર્ભમાં નવસારી જિલ્લામાં ખર્ચ નિરીક્ષકશ્રી તરીકે શ્રી હર્ષિત દિલિપ બારી, (IRS), પોલીસ નિરીક્ષકશ્રી તરીકે શ્રી જોષી શ્રીનાથ મહાદેવ,(IPS) અને જનરલ નિરીક્ષકશ્રી તરીકે શ્રીમતી બી.બી. કાવેરી, (IAS)ની નિમણૂંક કરવામાં આવેલ છે એમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી-નવસારીની યાદીમાં જણાવાયું છે.
[wptube id="1252022"]





