
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી અને ડાંગ જિલ્લા ભાજપ દ્વારા તાલુકા પંચાયત સભ્યો નો પ્રશિક્ષણ શિબિર નું આયોજન નાની વઘઇ ખાતે આવેલ કિલાદ કેમ્પ સાઈટ ખાતે કરવામાં આવ્યું હતું.
લોકસભાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ તેની તૈયારીમાં લાગી ગઈ છે.જેમાં હંમેશા ચૂંટણી મોડમાં રહેતી ભાજપા પાર્ટી પણ તૈયારીમાં જોતરાઈ ગઈ છે.દક્ષિણ ગુજરાતનાં નવસારી અને ડાંગ જિલ્લા ભાજપા સંગઠન દ્વારા તાલુકા પંચાયતનાં સભ્યો માટે પ્રશિક્ષણ શિબિરનું આયોજન વઘઇ ખાતે આવેલ કિલાદ કેમ્પ સાઈટમાં રાખવામાં આવ્યુ હતુ.ડાંગ જિલ્લાનાં કિલાદ કેમ્પ સાઈટ ખાતે પ્રશિક્ષણ કાર્યક્રમ નવસારી લોકસભા બેઠકનાં ઇન્ચાર્જ પ્રભારી અશોકભાઈ ધોરાજીયાની અધ્યક્ષતામાં યોજાયો હતો.જેમાં નવસારી જિલ્લાની છ તાલુકા પંચાયત અને ડાંગ જિલ્લાની ત્રણ જેટલી તાલુકા પંચાયતમાં ભાજપમાંથી ચૂંટાયેલ સભ્યો તેમજ તાલુકા પંચાયતનાં પ્રમુખો હાજર રહ્યા હતા.આ પ્રશિક્ષણ શિબીરમાં તાલુકા પંચાયતનાં ચૂંટાયેલ સભ્યોને લોકસભાની ચૂંટણીમાં કેવી રીતે કામગીરી કરવી તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લા ભાજપા સંગઠનનાં પ્રમુખ કિશોરભાઈ ગાવીત,નવસારી લોકસભા પ્રભારી અશોકભાઈ ધોરાજીયા,પ્રભારી રાજેશભાઈ દેસાઈ,મહામંત્રીઓમાં હરિરામભાઈ સાંવત,રાજેશભાઈ ગામીત, દિનેશભાઇ ભોયે, તાલુકા પંચાયતનાં પ્રમુખમાં સુરેશભાઈ ચૌધરી, ચંદરભાઈ એમ.ગાવીત સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા..






