GUJARATNAVSARI

Navsari: ઈન્સ્ટાગ્રામ ઉપર યુવતી સાથે ના ફોટો સ્ટોરી મૂકતા યુવક ને કાયદાનું ભાન કરાવતી 181 અભયમ ટીમ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાથી યુવતીએ 181 પર કોલ કરી જણાવેલ કે તેમનું પહેલા યુવક સાથે રિલેશન હતું.પરંતુ છ મહિનાથી યુવક સાથે હવે કઈ રિલેશન નથી. તેમ છતાં  તેમની સાથે ના ફોટાઓ સોશિયલ મીડિયા પર મૂકે છે.

181 મહિલા હેલ્પલાઇન ટીમ નવસારી ને પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર યુવતી ત્રણેક વર્ષ થી રિલેશન શીપમાં હતી પરંતુ હાલ છ મહિના થી યુવક સાથે કોઈ કોન્ટેક્ટમાં નથી અને તેમની સાથે લગ્ન માટે પણ ના પાડી છે. છતા તેમની સાથેના ફોટા યુવક ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકે છે અને ગામમા પણ  મળે તો બધાની સામે હાથ પકડી લે છે અને હેરાન કરે છે.
અભયમ ટીમ દ્વારા યુવકને આ બાબતે પૂછપરછ  કરતા તે નશાની હાલતમા હતા ગમે તેમ બોલતા હતા જેથી તેમના પરિવારમાંથી ભાઈ અને માતાએ જણાવેલ કે છોકરી લગ્ન કરવાની તેમ જણાવેલ જેથી ઘરે પણ આવતી હતી અને બધાજ રિલેશનમાં હતા. જેથી મારો છોકરો ટેન્શનમા હોવાથી  નશો કરે છે જેથી યુવકના પરિવાર ને અને યુવક ને સમજાવેલ કે છોકરી ના પાડે છે તો હવે પછી રસ્તે મળે તો હેરાનગતી કે ફોટા વાઇરલ કરશો તો કાયદેસર કાર્યવાહી કરવામા આવશે. યુવક નો  ફોન લઈ બધાજ ફોટા અને ચેટીંગ ડિલીટ કરી યુવકને કાયદાનું ભાન કરાવ્યું હતું. યુવતી ના પરિવારે અભયમ ટીમનો આભાર માન્યો હતો.

[wptube id="1252022"]
Back to top button