BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર ખાતે જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટસ માં નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી

25 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી  જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટ્સમાં આજ રોજ તા.25 ઓક્ટોબર ના નવરાત્રી ના પર્વની ધામધૂમ પૂર્વક આદ્યશક્તિ મા અંબાની આરતી કરી ગરબાની રમઝટ સાથે ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓમાં પ્રાચીન સંસ્કૃતિ જળવાઈ રહે એ હેતુસર નવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી. ડો.એસ.જી ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ નવરાત્રી પર્વ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. કન્વીનર ડો. કલ્પનાબેન તેમજ ડો.ભારતીબેન રાવત તથા સ્ટાફ પરિવારના સહયોગથી આ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું

[wptube id="1252022"]
Back to top button