


નવયુગ વિદ્યાલય જંબુસરમાં જુદા જુદા પર્વ નિમિત્તે અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત રક્ષા બંધન પર્વની ઉજવણી કરતાં વિદ્યાર્થિનીઓએ વિદ્યાર્થિઓ અને શિક્ષકોને રાખડી બાંધી તથા શિક્ષિકા બહેનોએ પણ શિક્ષકોને રાખડી બાંધી એકબીજાને મીઢુ મોઢું કરાવ્યું હતું અને ભાઈની રક્ષા માટે ભગવાને પ્રાર્થના કરી હતી સાથે ક્રિષ્નાબેન જડિયાએ રક્ષાબંધન પર્વ નિમિત્તે સુંદર ગીત રજૂ કર્યું હતું જેના કારણે ભાઈ બહેન ના આ પવિત્ર પર્વનું અનોખું વાતાવરણ બન્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નવયુગ શાળા પરિવારે કર્યું હતું તથા શાળા મંડળે રક્ષા બંધન પર્વની શુભેચ્છા પાઠવી હતી રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
[wptube id="1252022"]





