રસાણા નાના પ્રાથમિક શાળા માં પ્રકૃતિ પ્રેમી તુલસી પત્ર દ્વારા કંકોત્રીની અનોખી સમજ આપવામાં આવી

28 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ડીસા તાલુકાની રસાણા નાના પ્રાથમિક શાળામાં પ્રાર્થના સભામાં નવાચાર પ્રવૃત્તિઓની ચર્ચા શાળાના ઉત્સાહી તથા ઇનોવેટીવ શિક્ષક પ્રકાશભાઈ સોલંકી દ્વારા કરવામાં આવે છે. જેમાં પર્યાવરણલક્ષી, વ્યસન મુક્તિ …વિશે… અવનવા સમાચાર, વાર્તા, આજનો દીપક, આજનું ગુલાબ તરીકે વિશેષ સન્માન કરવામાં આવે છે.વિવિધ પ્રવૃત્તિ થકી બાળકોમાં શિક્ષણની સાથે સાથે જીવનમાં ઉપયોગી થાય તે માટેના પ્રયત્ન કરવામાં આવે છે. લગ્ન સમારંભમાં થતા ભોજન ના બગાડ .લગ્નમાં મોંઘી કંકોત્રી નો વપરાશ ન કરતા તેને પ્રકૃતિને અનુકૂળ કંકોત્રી છાપવામાં આવે તો પર્યાવરણની જાળવણી થઈ શકે છે તે હેતુસર એક ઇકો ફ્રેન્ડલી તુલસી પત્ર કંકોત્રીનું નિદર્શન કરી હતી.તેમણે બાળકો સમક્ષ તુલસીપત્રને જમીનમાં રાખી દેવાથી તેમાંથી અનેક તુલસીના છોડ ઊગી નીકળે છે જે પર્યાવરણને ખૂબ જ સુંદર બનાવે છે તે અંગેની માહિતી બાળકોને આપી હતી. તેમની પાસે લગ્ન માટે આવેલી કંકોત્રી નો નમુનો બાળકોને બતાવી કંકોત્રીને તુલસીપત્ર રૂપે એમાં તુલસીના બી સાથે જ કાગળ બનાવવામાં આવે છે તો આવી કંકોત્રી જો સમાજમાંવ્યવહારમાં આવે તો પર્યાવરણનું સંવર્ધન થઇ શકે તથા ઘેર ઘેર તુલસીના છોડ પણ મળી શકે અને તુલસીનું જતન કરી પર્યાવરણ શુદ્ધ બનાવી શકાય છે. બાળકોમાં સંકલ્પ લેવડાવ્યો હતો વિનોદ બાંડીવાળા





