
કડીની સર્વ વિદ્યાલયની બી.એડ કોલેજમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
સર્વ વિધાલય કેળવણી મંડળ સંચાલિત અને કડી સર્વ વિશ્વવિધાલય સંલગ્ન સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશન અને એસ.વી.કોલેજ ઓફ એજ્યુકેશ,કડી ખાતે તા 28/02/2024 ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં વિજ્ઞાનનું મહત્વ, વિજ્ઞાન ગીત, વૈજ્ઞાનિકોના જીવન કવન વિશે તાલીમાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત સાયન્સ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્વિઝ સ્પર્ધામાં કુલ 35 તાલીમાર્થીઓએ ઉત્સાહસભર ભાગ લીધો હતો જેમાંથી 10 તાલીમાર્થીઓની ક્વિઝના ફાઇનલ રાઉન્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. જેમની પાંચ ટીમ વૈજ્ઞાનિકોના નામની ટીમ બનાવી ક્વિઝ યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ નંબરે ડૉ.વિક્રમ સારાભાઈની ટીમ જેમાં ચૌધરી ફાલ્ગુનીબેન અને સાટીયા દર્શનાબેન અને દ્વિતિય નંબરે થોમસ એડિસન ટીમ જેમાં રાઠોડ અમિતસિંહ અને ચૌધરી શ્વેતાંગીબેન વિજેતા બન્યા હતા. સ્પર્ધાના અંતે વિજેતા ટીમના તાલીમાર્થીઓને સર્ટિફિકેટ અને પુસ્તક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના આચાર્ય ડો. ભાવિક એમ.શાહના માર્ગદર્શન હેઠળ પ્રા. ભૃગેશ પટેલ અને પ્રા.પારસ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું.





