પાલનપુર ખાતે સ્વસ્તિક ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

28 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
આજે આપણી આસપાસ જે પણ સુખ સુવિધાઓ ઉપલબ્ધ છે તે બધી વિજ્ઞાનને આભારી છે . ઉપનિષદથી લઈને ઉપગ્રહ સુધી અત્ર , તત્ર , સર્વત્ર વિજ્ઞાન સમાયેલું છે. ભારતમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીએ નેશનલ સાયન્સ ડે ઉજવવામાં આવે છે. આ દિવસ લોકોમાં વિજ્ઞાન અને તેના પ્રયોગોને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે.આ દિવસે દેશના મહાન વૈજ્ઞાનિક સી.વી.રામને પ્રકાશના ફોટોન થિયરી આધારે “રામન ઈફેક્ટ”ની શોધ કરી હતી . જેમાં તેમને “નોબલ પુરસ્કાર” આપવામાં આવ્યો હતો. આ શોધની યાદમાં 1987 થી 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં છે. ઙઆ પ્રસંગે શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ,પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ ના ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓએ વિજ્ઞાનને સંલગ્ન પ્રયોગો જેવા કે, સોલાર સિસ્ટમ, વોટર પ્યુરી ફાયર, એસ્કેલેટર, વોલ્કેનો, વિન્ડમિલ, ક્લીનીંગ મશીન, હાર્ટ સિસ્ટમ, પાવર ઈરીગેશન, એર ઓક્યુપાઈ સ્પેસ, વોટર ઇન ફાયર, પ્રાઇમરી એન્ડ સેકેન્ડ્રી કલર જેવા ૫૦ જેટલા મોડલ રજૂ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે મંડળ નાં પ્રમુખ રમેશભાઈ પટેલ , ઉપપ્રમુખ પ્રકાશ ગામી , હાઇસ્કુલ ના આચાર્ય મણીભાઈ સુથાર તથા મહેન્દ્રભાઈ પંચાલ આ વિજ્ઞાન મેળામાં હાજરી આપીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. પ્રસંગે બાળકોના વાલીઓ પણ પોતાના બાળકની વૈજ્ઞાનિક રજૂઆતને નિહાળવા મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલ નાં માર્ગદર્શન હેઠળ સ્વસ્તિક ઇંગ્લીશ મીડીયમ ના આચાર્ય હેતલબેન રાવલ અને સમગ્ર સ્ટાફ ના સહકારથી કરવામાં આવ્યું હતું.