ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : નવરાત્રીમાં રત્નમ સોસાયટીમાં બંધ મકાનમાંથી 89 હજાર મત્તાની ચોરી કરનાર નાતાલ પઠાણને ટાઉન પોલીસે દબોચી લીધો

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : નવરાત્રીમાં રત્નમ સોસાયટીમાં બંધ મકાનમાંથી 89 હજાર મત્તાની ચોરી કરનાર નાતાલ પઠાણને ટાઉન પોલીસે દબોચી લીધો

 

અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર ચોરી-લૂંટ સહીત ગુન્હાના ભેદ ઉકેલવા માટે સતત દોડાદોડી કરી રહી છે નવરાત્રી પર્વમાં મોડાસા શહેરની રત્નમ સોસાયટીમાં રહેતો યુવક ઘર બંધ કરીને નવરાત્રી જોવા જતા પાછળના દરવાજેથી તસ્કરો ત્રાટકી 50 હજાર રોકડ રકમ સહીત 89 હજારની મત્તાની ચોરી કરી ફરાર થતા ટાઉન પોલીસે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરી ચોરીના ગુન્હામાં સંડોવાયેલ નાસિર ઉર્ફે નાતાલ પઠાણને કોલેજ રોડ નજીક થી દબોચી લઇ 12 હજારનો મુદ્દામાલ રિકવર કરી અન્ય આરોપીને ઝડપી પાડવા કવાયત તેજ કરી છે

મોડાસા ટાઉન પીઆઈ ડી.કે.વાઘેલા અને તેમની ટીમે શહેરમાં ચોરી-લૂંટની ઘટનાને અંજામ આપનાર તસ્કરોને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરતા મોડાસા શહેરની રત્નમ સોસાયટીમાં ભુપેન્દ્રભાઈ ગુણવંતલાલ સોની ઘરમાં નવરાત્રી પર્વની રાત્રિમાં ચોરીના ગુન્હામાં સંડોવાયેલ નાસીર ઉર્ફે નાતાલ યુસુફખાન પઠાણ (રહે, સહારા સોસાયટી) ચાલતો ચાલતો કોલેજ ચોકી તરફ આવતો હોવાની બાતમી મળતા ટાઉન પોલીસે વોચ ગોઠવી દઈ કોલેજ ચોકી નજીક પહોંચતા કોર્ડન કરી ઝડપી પાડી ચોરી કરેલ 12 હજાર રૂપિયાનું એપલનું એરપોડ રિકવર કરી ટાઉન પોલીસે ઘરફોડ ચોરીના ગુન્હાના સહ આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

[wptube id="1252022"]
Back to top button