પ્રધાનમંત્રીશ્રી કાર્યાલયના મુખ્ય સચિવશ્રી ડૉ. પી.કે. મિશ્રા અને અધિક સચિવશ્રી હરિરંજન કરાવનું આગમન..
*એકતાનગર ખાતે પ્રધાનમંત્રીશ્રી કાર્યાલયના મુખ્ય સચિવશ્રી ડૉ. પી.કે. મિશ્રા અને અધિક સચિવશ્રી હરિરંજન કરાવનું આગમન થતાં સ્વાગત કરાયું*

રાજપીપળા, સોમવાર :- નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે તા.૩૧મી ઓક્ટોબરના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં એકતા દિવસની ઉજવણી થનાર છે. જેના પૂર્વ દિવસે સોમવારે પ્રધાનમંત્રીશ્રી કાર્યાલયના મુખ્ય સચિવશ્રી ડૉ. પી.કે. મિશ્રા અને અધિક સચિવશ્રી હરિરંજન રાવ એકતાનગર હેલીપેડ ખાતે આવી પહોંચ્યા હતા. જેઓનું ગુજરાત સરકારના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી મુકેશ પુરી, વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરશ્રી દિલીપ રાણા સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારીશ્રી ઉદિત અગ્રવાલ અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.





