AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

અમદાવાદના ગુરુદ્વારા ગોવિંદ ધામ ખાતે મહિલા સ્વ-રક્ષણ અને સલામતી પર તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદના ગુરુદ્વારા ગોવિંદ ધામ ખાતે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના સહયોગથી ઇન્ટરનેશનલ વુશુ ચેમ્પિયન અને માર્શલ આર્ટ એક્સપર્ટ અમનદીપ સિંઘ દ્વારા મહિલા સ્વ-રક્ષણ અને સલામતી પર તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 150 થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. આ વર્કશોપ ગુરુદ્વારા પ્રમુખ સરદાર ઇશ્વર સિંહજી વાસુ અને સુખપ્રીત સિંહજી બગા ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી.

આ પ્રશિક્ષણ સેમિનારમાં, શ્રી અમનદીપ સિંહ અને તેમની ટીમે મહિલાઓને શીખવ્યું કે જ્યારે તેઓ ઘરેલુ હિંસા, જાતીય સતામણી, ઈવ-ટીઝિંગ, અપહરણ, ચેઈન-સ્નેચિંગ બળાત્કાર વગેરે જેવી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરે ત્યારે કેવી રીતે રક્ષણ કરવું. સ્ત્રીઓને 10 સંવેદનશીલ ભાગો પણ શીખવવામાં આવ્યા હતા જ્યાં તેઓ હુમલો કરી શકે છે અને બચાવમાં સફળતા મેળવી શકે છે.

[wptube id="1252022"]
Back to top button