
20-જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
મુંદરા કચ્છ :- રાજ્યના શહેરો સંપૂર્ણ પણે સ્વચ્છ રહે, જાહેર સ્થળો અને શહેરોમાં પર્યાવરણ જળવાઈ રહે, લોકોને સુખાકારીની સુવિધાઓ મળે તે ઉદ્દેશને ધ્યાને લઇને મુન્દ્રા નગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા સરકારી દવાખાનામાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.નગરપાલિકા પ્રમુખ કિશોરસિંહ પરમાર, કારોબારી ચેરમેન ડાયાલાલ આહીર, સેનિટેશન ચેરમેન ધર્મેન્દ્રસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સેનિટેશન ઇન્સપેક્ટર નવીન મકવાણા અને તેમની ટીમ સિકંદર સુમરા, ગાંગજી ફફલ, ઇબ્રાહિમ સુમરા, રાજુ સોંધરા, ચતુરસિંહ જાડેજા સહિત 15 સફાઈ કામદારો તથા કટિંગમેન દ્વારા લોડર મશીન જેવા સાધનો સાથે મુન્દ્રા સામુહિક આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડમાં સફાઈ અભિયાન હાથ ધરી કચરો ટેક્ટર દ્વારા ઉઠાવી રસ્તાને સમતળ કરવામાં આવેલ અને માખી – મચ્છરના ઉપદ્રવથી બચવા જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવેલ હતો. આ કામગીરીમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. કૈલાસપતિ પાસવાન, અધિક્ષક ડો. મંથન ફફલ, ગાયનેક ડો. ભાર્ગવ મોડ, તાલુકા સુપરવાઈઝર હરિભાઈ જાટીયા, પ્રકાશ ઠકકર, જીગ્નેશ પંચાલ, અશ્વિન ગરાસિયા વિગેરે આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ સાથે રહ્યા હતા.આગામી દિવસોમાં તાલુકાની અન્ય સરકારી કચેરીઓ, અર્ધસરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, દવાખાના અને અન્ય જાહેર સંસ્થાઓમાં પણ ખાસ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે એવું નગરપાલિકાના સફાઈ વિભાગના ઇન્ચાર્જ નવીન મકવાણા (6359049817)એ જણાવ્યું હતું.








