
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
‘ચેતના’ સંસ્થા-અમદાવાદ અને લાર્સન એન્ડ ટુબ્રો પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ-મુંબઈ તેમજ ડાંગના આઈ.સી.ડી.એસ. વિભાગ, આરોગ્ય વિભાગ, અને શિક્ષણ વિભાગ સાથે સહભાગિતા, સંકલન સાથે “આરોગ્ય” કાર્યક્રમ દ્વારા આહવા તાલુકાના ૬ ગામોમા તારીખ ૩૦ મી જાન્યુઆરી ૨૦૨૩ થી ૧ લી ફેબ્રઆરી સુધી કિશોરી મેળાઓ કરવામા આવ્યા હતા.
દરમિયાન કિશોરી મેળાઓમા ભાગ લેનાર દરેક કિશોરીનુ વજન ઉંચાઈ અને Hbની તપાસ કરવામા આવી હતી. કિશોરીઓનુ પોષણ અને એનિમિયાની સમજ કેળવવા માટે અનેકવિધ રમતો રમાડવામા આવી હતી. જેવી કે પોષણ ચક્ર અને તિરંગા થાળી દ્વારા રોજના ખોરાકમા શું લેવુ જોઈએ વિગેરે બાબત ઉજાગર કરાઈ હતી. સાથે જ પ્રદર્શન પણ ગોઠવવામા આવ્યુ હતુ. ચાલો રમીએ સ્વાસ્થ્ય અને પોષણની સાપસીડી, સ્વચ્છતા જાળવવા માટે તંદુરસ્ત બનો માટે રસ્તા શોધો જેવી રમત અને રીંગ રમત દ્વારા કિશોરીઓ પોષણની ઊંડાણથી સમજ મેળવે તેવો પ્રયત્ન કરવામા આવ્યો હતો.
મેળામા આહવા તાલુકાના ૬ ગામોની કુલ ૨૨૪ કિશોરીઓ સહભાગી બની હતી.
કિશોરી મેળા દરમિયાન લાર્સન એન્ડ ટુબ્રો પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટમાંથી અનુપ મહાજને મુલાકાત લીધી હતી. તેમજ આઈ.સી.ડી.એસ. વિભાગમાંથી મુખ્ય સેવિકાઓ, આંગણવાડી કાર્યકરો, આરોગ્ય વિભાગમાંથી નર્સ બહેનો, આશા વર્કરો, અને શિક્ષણ વિભાગમાંથી શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો તેમજ ગામના સરપંચશ્રીઓ, આગેવાનો ઉપસ્થિત રહી કિશોરીઓને માર્ગદર્શન, પ્રોત્સાહન પૂરું પાડ્યુ હતુ.








