MORBIMORBI CITY / TALUKO

MORBI:સરકારી, અર્ધસરકારી, પંચાયતના વિશ્રામગૃહ, ડાકબંગલા અને સરકારી રહેણાંકના ઉપયોગ પર નિયંત્રણો મુકાયા

MORBI:સરકારી, અર્ધસરકારી, પંચાયતના વિશ્રામગૃહ, ડાકબંગલા અને સરકારી રહેણાંકના ઉપયોગ પર નિયંત્રણો મુકાયા

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ના અનુસંધાને અનુસરવાની આદર્શ આચારસંહિતાની અમલવારી કરવા સરકારી, અર્ધસરકારી, પંચાયતના વિશ્રામગૃહ, ડાકબંગલા અને સરકારી રહેણાંકના ઉપયોગ પર નિયંત્રણો મુકવામાં આવેલ છે.

ભારતના ચૂંટણી પંચ તરફથી આપવામાં આવેલ આચારસંહિતા બાબતની ઉકત સુચનાઓની ચુસ્ત અમલવારી થઇ શકે તે માટે મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી કે.બી.ઝવેરી દ્વારા મોરબી જિલ્‍લાના તમામ શહેરો અને સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં તા.૧૫/૦૫/૨૦૨૪ સુધી પ્રતિબંધો ફરમાવવામાં આવ્યા છે.

મોરબી જિલ્‍લાનાં સમગ્ર વિસ્તારમાં આવેલ સરકારી, અર્ધસરકારી આરામગૃહો, ડાકબંગલાઓ, વિશ્રામગૃહો તથા સરકરી રહેણાંકનો તેની સાથે જોડાયેલ આંગણ, કમ્પાઉન્ડ સહિત કોઇ રાજકીય પક્ષના હોદેદારો, ચૂંટણી લડતા ઉમેદવારો તેમના ચૂંટણી એજન્ટોએ રાજકીય હેતુસર કે ચૂંટણી વિષયક કે ચૂંટણી પ્રચાર-પ્રસારના હેતુસર ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

વિશ્રામગૃહ, અતિથિગૃહ, ડાકબંગલાના સ્થળે રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગિક મીટીંગ યોજવા પર, આવા આવાસના કમ્પાઉન્ડમાં રાજકીય ચૂંટણી હેતુ માટે ઉપયોગમાં લેવાના વાહનો પાર્કીંગ કરવા પર, ચૂંટણી પ્રચાર હેતુ માટે આવતા કોઇપણ મહાનુભાવોને મતદાન પુરું થવાના ૪૮ કલાક પહેલા વિશ્રામગૃહ/અતિથિગૃહ વગેરેમાં રહેવા માટે રૂમ ફાળવવા પર પરંતુ જે રાજકીય પદાધિકારીઓને Z કક્ષાની કે રાજયના કાયદાની જોગવાઇ અનુસાર સમાન કે તેથી વધુ કક્ષાની સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવેલ હોય તેમને વિશ્રામગૃહ/અતિથિગૃહમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે સિવાય કે આવો રૂમ ચૂંટણી ફરજ પર નિમાયેલ અધિકારી/નિરિક્ષક્ને અગાઉથી ફાળવવામાં આવેલ ન હોય પરંતુ આવી Z સ્કેલની સીક્યુરીટી ધરાવતા વિશ્રામગૃહ/અતિથિગૃહમાં રહે તે દરમિયાન કોઇપણ પ્રકારની રાજકીય પ્રવૃતિ હાથ ધરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ હુકમનો ભંગ અથવા ઉલ્‍લંઘન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button