AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

નશાબંધી અને આબકારી કચેરી અમદાવાદ દ્વારા નશા મુકત ભારત પખવાડિયા ની ઉજવણી માં વિવિધ કાર્યક્રમો યોજાયા.

નશાબંધી અને આબકારી કચેરી અમદાવાદ દ્વારા નશા મુક્ત ભારત પખવાડિયું તા.૧૨.૬.૨૩ થી૨૬.૬.૨૩ દરમ્યાન વિવિધ પ્રવૃત્તિઓ _ વિદ્યાર્થી સંમેલન, વકૃત્વ સ્પર્ધા, પોસ્ટર પ્રદર્શન, રમત ગમત સ્પર્ધા અને નાટક દ્વારા પ્રચાર પ્રસારણ અર્થે જન જાગૃતિ અર્થે કાર્યક્રમો યોજાઈ ગયા.
પૂર્વી આર્ટ થીએટર દ્વારા” ના મારે જીવવું છે” નાટક અભિષેક એપાર્ટમેન્ટ નવા વાડજ ખાતે નશાબંધી ઇન્સ્પેકર, જમાદાર રાકેશભાઈ, મુકેશભાઈ, કનુભાઈ, દશરથભાઈ, રામદેવ બિલ્ડિંગ શાહીબાગ ખાતે ઇન્સ્પેક્ટર તેજલ બહેન ઠાકોર, જયંતીભાઈ ડાંગર, રમેશ ભાઈ, ફતેપુરા પાલડી ભઠ્ઠા માં રામદેવ ચોક માં ફારૂક ભાઈ અને વાસણા ગામ ચામુંડા માતાજી ના મંદિર પાસે સબ ઇન્સ્પેક્ટર ફાલ્ગુની બેન તથા બહોળી એવી સંખ્યા માં નાટક નિહરિયું હતું.
નાટય લેખન અને દિગ્દર્શન ભરત પંચોલી નું હતું મુકેશ જાની, રવિ રાઠોડ, રશ્મિ એન્જિનિયર,અને ભરત પંચોલી એ કોઈ પણ પ્રકારનો નસીલો પ્રદાર્થ દારૂ હોય કે ડ્રગ્સ હોય તે શરીર અનેપરીવર તથા સમાજ માટે હાની કારક હોય છે.તે વાત નો નાટક નો સૂર લોક ભોગ્ય શૈલી માં રજુ કરવા માં આવી હતી.
એમ.પી. આર્ટ કોલેજ અને એમ.એચ.કોમર્સ કોલેજ ફોર વિમેન રાયપુર અમદાવાદ માં પૂર્ણાહૂતિ કાર્યક્રમ માં નશાબંધી અધિક્ષકશ્રી આર.એસ.વસાવા, પ્રચાર નિયોજન ગણપત પંડ્યા, ઇન્સ્પેક્ટર તેજલ બહેન ઠાકોર, રાકેશભાઈ, કોલેજ ના પ્રિ. ડૉ. ભારતી બહેન દવે, તેમનો સ્ટાફ વિદ્યાર્થિની ઉપસ્થિત રહ્યા હતા.
પ્રિ. ડો. ભારતી બહેન દવે અધિકારીઓ,મહેમાનો નું સ્વાગત પુસ્તક અર્પણ કરી કરવામાં આવીયું હતું.
નશા ની અસરો,તેમાંથી મુક્ત કેવી રીત થવાય,નશાબંધી ખાતા દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ લોકો સુધી કેવીરીતે પહોંચાડી શકાય તેની સમજણ આપી. જયરે ભરત પંચોલી એ એક પાત્ર અભિનય દ્વારા ” નશો” ભજવી નશા અનેડ્રગ્સ દ્વારા બરબાદી નો ચિતાર આપ્યો હતો.
જયારે અધિક્ષક શ્રી.આર.એસ વસાવા સાહેબ નશો_ ડ્રગ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.સાથે સાથે રમત નો ,વાંચન નો અને જીવન માં મહત્વકાંક્ષાઓ નો નશો યુવાને રાખવો જરૂરી છે જેના થકી જીવન નીતિ વાન અને . મૂલ્યવાન બને તે વાત રજૂ કરી હતી. નશાબંધી મંડળ ના સેક્રેટરી લીલા બહેન દેસાઈ એ બહેનો ને વ્યસન થી દૂર રહેવું,અને અભ્યાસ થકી બહેનો એ કેવું જીવન જીવવું તે વાત પર ભાર મૂક્યો હતો.

[wptube id="1252022"]
Back to top button