
૨૫-ઓગષ્ટ.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ
મુન્દ્રા કચ્છ :- તા-૨૨/૦૮/૨૦૨૩ ના કલાક ૨૨/૧૫ વાગ્યાથી તા.૨૩/૦૮/૨૦૨૩ ના કલાક ૦૮/૨૨ વાગ્યા સુધીના કોઇપણ સમયે ફરીયાદી મહેશકુમાર હરીદાસ ઠકકર નાઓના દીકરા નિપુણ ઉર્ફે કીર્તી મહેશકુમાર ઠકકર ઉ.વ.૨૫ વાળાને કોઇ અજાણ્યા વ્યકિતએ કોઇ અગમ્ય કારણોસર ગદાસર ગ્રાઉન્ડ પાછળ ભુખી નદીના પટમાં ગળાના ભાગે તથા શરીર પર કોઇ તીક્ષ્ણ હથીયાર વડે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નીપજાવી ખુન કરી નાસી ગયેલ હોઇ જે અંગે મુંદરા પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એ ગુ.ર.ન. ૧૦૭૮/૨૦૨૩ આઇ.પી.સી.કલમ-૩૦૨ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબનો તા-૨૩/૦૮/૨૦૨૩ ના ક.૦૯/૫૦ વાગ્યે વણશોધાયેલ ખુનનો ગુનો દાખલ થયેલ.જે વણશોધાયેલ ખુનના ગંભીર ગુનાનો ભેદ ઉકેલી કાઢવા પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથાલીયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પશ્ચિમ કચ્છ-ભુજ તથા ના.પો.અધિ. આર.ડી.જાડેજા ભુજ વિભાગ ભુજ નાઓએ સુચના તથા માર્ગદર્શન આપેલ હોઇ જે અનવ્યે મુદરા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી અને મદદનીશ પોલીસ અધિક્ષક વૈદ્ય વલય અંકિતકુમાર નાઓએ ખુનના ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ અનડીટેકટ ખુનના ગુનાનો ભેદ ઉકેલી કાઢી આરોપી પકડી પાડવા મુંદરા પોલીસ તથા એલ.સી.બી.પશ્ચિમ કચ્છ-ભુજની ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન સોર્સીસ તથા સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરવા અલગ અલગ ટીમો બનાવેલ જે દરમ્યાન મુંદરા પોલીસ સ્ટેશનના પો.કોન્સ.સંદિપદાન દિલીપદાન ગઢવી તથા એલ.સી.બી.પશ્ચિમ કચ્છ-ભુજના પો.હેડ.કોન્સ. પ્રધ્યુમનસિંહ માનસિંહ ગોહીલનાઓને સયુકત રીતે ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન સોર્સીસ આધારે ખારીમીઠી રોડ મતિયાદેવ મંદિર પાસે બારોઇ મુંદરા ખાતે રહેતો મરણજ્તારનો મિત્ર દિવેન નવિનચંદ્ર ચાવડા શકના દાયરામાં આવેલ જે હકીકત આધારે તુરંત જ વર્કઆઉટ કરી મજકુર શકદારની તપાસ કરી ઝડપી પાડી પો.સ્ટે.લાવી પુછપરછ કરતા તેમજ મજકુરને હાથમાં હથેળીના ભાગે થયેલ ઇજાઓ બાબતે યુકિત-પ્રયુકિતથી પુછપરછ મજકુર ભાવનાત્મક રીતે ભાંગી પડેલ અને સદર ગુનાને પોતે અંજામ આપેલ હોવાની હકીકત જણાવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આરોપી આર્થીક રીતે દેવામાં આવી ગયેલ હોઇ મરણજનારએ થોડાક દિવસો અગાઉ લાવેલ મોબાઇલ ફોન જોઇ ગયેલ હોઇ જે મોબાઇલ ફોન મેળવી વેચી દઇ પોતાનુ દેવુ ભરપાઇ કરવા તેમજ આરોપી તથા મરણજનાર વચ્ચે અગાઉ પૈસાની લેતી દેતી થયેલ હોઇ જેનુ મન:દુખ રાખી ખુન કરેલ હોવાની હકીકત જણાઇ આવેલ છે. આરોપી દિવેન નવિનચંદ્ર ચાવડાએ ગુનાને અંજામ આપી મરણજનારનો સેમસંગ ગેલેક્ષી ફોલ્ડ-ફાઇવ મોબાઇલ પોતાની સાથે લઇ ગયેલ જે મોબાઇલ ફોન તથા મરણજનારના સીમકાર્ડ તથા હત્યાને કરવા ઉપયોગમાં લીધેલ હથીયાર(છરી) ગુના કામે કબ્જે કરવામાં આવેલ.










