Oplus_0
30 એપ્રિલ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
કાંકરેજ તાલુકાના નાથપુરા ગામના વતની અને થરા નગરના ભક્તિ નગરમાં રહેતા અને હાઈસ્કૂલ શોપીંગ સેન્ટરમાં ચક્રેશ્વરી ઝેરોક્ષ સેન્ટર નામની દુકાન ચલાવતા તાણેચા ચેતનભાઈ શંકરલાલ નગીનદાસ શાહની પુત્રી પ્રાચીબેને ઉચ્ચ અભ્યાસ અને સાધ્વી ગુરૂ ભગવંતો પરિવારના સંસ્કાર થકી તેને સંસારનો ત્યાગ કરવનો મક્કમ નિર્ણય કરતાં ગુરૂ ભગવંતોના આશીર્વાદથી પરિવારજનોએ અનુમતિ આપતાં દાદી સાધ્વી દેવવંદિતાશ્રીજી અને ફૈઇ પ્રિયવંદિતાશ્રીજી મહારાજ સાહેબના પંથ જૈન ધર્મના પ્રચાર પ્રસારાર્થે દીક્ષા પ્રવજલ્યાનું મુહર્ત આવ્યુને મુમુક્ષુ રત્ના ચિ. પ્રાચીના દીક્ષા મહોત્સવની ઉજવણીના ત્રિદિવસીય કાર્યક્રમ અંતર્ગત ગઈકાલે તા. ૩૦મી એપ્રિલ સવારે પૂ.ગુરૂ ભગવંતો શ્રી ગુરૂ પ્રેમ પટ્ટધર ગચ્છનાયક જયોતિષ આચાર્ય ડૉ.આ. શ્રી વિજય હેમચંદ્રસૂરી શ્વરજી મ.સા.શ્રી આ .વિજય શીલરત્નસૂરીશ્વરજી મ.સા. આદિ ઠાણા ઢોલ બેન્ડ શણગારેલી બગી બળદ ગાડી સાથે જૈન શ્રેષ્ઠી હર્ષદભાઈ જે. શાહ, મંગળદાસ સુરાણી, કિરીટભાઈ સુરાણી કમલેશભાઈ સુરાણી, પ્રકાશભાઈ સુરાણી, સેવંતીલાલ તાણેચા, દિલીપભાઈ તાણેચા,મયુરભાઈ તાણેચા,દિનેશભાઈ શાહ,ભરત ભાઈ શાહ, વિજયભાઈ ભોટાણી અતુલભાઈ શાહ, કે. એલ.શાહ, જશવંતલાલ શાહ, ગિરિશભાઈ શાહ વિગેરે સગા સંબંધી મિત્રો મુમુક્ષુ રત્ના ચિ. પ્રાચીના શાહી વર્ષીદાનના વરઘોડા શોભાયાત્રામાં જોડાઈ થરા નગરની પ્રદક્ષિણા કરી પરત ભક્તિ નગર સોસાયટી દિક્ષા સમિયાણા આવેલ જયાં બેઠું વર્ષીદાન કરવામાં આવેલ. બપોરે મોહે રંગ દે સંયમ રંગ દે સાંજે પાંચ વાગે અંતિમ વાયણું, રાત્રે આઠ વાગે સ્ટેજ કાર્યક્રમ છોડીને ચાલ્યા રે વૈરાગી, અજબની છે એની ખુમારી યોજાયેલ.આજે પહેલી મે ૬૪મા ગુજરાત સ્થાપના દિન બુધવારે સવારે પાંચ વાગે મુમુક્ષુરત્નાનો દીક્ષા મહોત્સવ સ્થળમાં પ્રવેશ, સવારે પ.૪૫ કલાકે પ્રવ્રજયા વિધિનો પ્રારંભ થશે અને મુમુક્ષુ રત્ના કુમારી પ્રાચી દીક્ષા ગ્રહણ કરીને સાધ્વી બની વીર પ્રભુના માર્ગે જૈન ધર્મના પ્રચાર પ્રસારાર્થે પગલા ભરશે.
Follow Us
Back to top button