
21 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
આજ ના સમય મૂળ ગુજરાતી સમાજ માં માતૃભાષા છેડે થતી જઈ રહી છે ત્યારે આ માતૃભાષા દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે માતૃભાષા ગુજરાતી ને યથાસ્થાને રાખવાના પ્રયાસ કરાઈ રહ્યા છે આજે માતૃભાષા દિવસ ને લઇ રાજ્ય ના 151 સ્થળો એ આ 24માં માતૃભાષા દિવસ ની ઉજવણી કરાઈ રહી છે જેને લઇ યાત્રાધામ અંબાજી ખાતે પણ અંબાજી આર્ટસ અને કોમર્સ કોલેજ માં માતૃભાષા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી ના અધ્યક્ષ ભાગ્યેશ જહાં એ માતૃભાષા દિવસ ની વર્ચુલી સુભેછા પાઠવી હતી આ માતૃભાષા ને યથાયોગ્ય સ્થાને રાખવા માટે ના આંદોલન નો પાયો 1952 માં નખાયો હતો આજે અંબાજી ખાતે કોલેજ માં યોજાયેલા માતૃભાષા મહોત્સવ બનાસકાંઠા જિલ્લા ના પ્રસિદ્ધ સાહિત્યકાર કનુભાઈ આચાર્ય ને દીપકભાઈ સોંદરવા ની અધ્યક્ષતા માં યોજાયો હતો તેમણે માતૃભાષા વિષે વ્યાખ્યાન આપીને વિદ્યાર્થીઓ ને તરબોળ કર્યા હતા જેમાં 175 વિદ્યાર્થીઓ એ માતૃભાષા ની વંદના માં સક્રિયભાગ લઇ માતૃભાષા નું ગાન કરી આ ઉજવણી ના ઉદેશ ને સાર્થક બનાવ્યો હતો એટલુંજ નહિ આજના આ મહોત્સવ ના ભાગ રૂપે કોલેજ માં મૂળ ગુજરાતી સાહિત્ય પુસ્તકો નું પ્રદર્શન પણ કરવામાં આવ્યો હતો જેનો મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ એ લાભ લીધો હતો આ કાર્યક્રમ કોલેજ ના આચાર્ય ડો.એસ એન પટેલ,સંયોજક એમ બી ગોહિલ સાથે કાર્યક્રમ ના સંચાલક પ્રાધ્યાપિકા સવિતાબેન પટેલ એ કર્યું હતું જેની અંત માં આભારવિધિ ડો.કિશોરસિંહ પરમારે કરી હતી.મહેન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું.