વઢવાણના માર્કેટિંગ યાર્ડ ખાતે 500 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે.
આમ આદમી પાર્ટીમાં ભંગાણ માર્કેટ યાર્ડમાં કાર્યક્રમ યોજાયો હતો.

તા.16/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરના વઢવાણ ખાતે આજે ભાજપના જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ અને ખેડૂત આગેવાન મોહનભાઈ પટેલ સાંસદ સભ્ય તેમજ ધારાસભ્યોની ખાસ ઉપસ્થિતિમાં વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં આજે જ્યારે ચૂંટણીના નગારે ઘા વાગી રહ્યા છે તેવા સમયે આજે એક ભાજપમાં જોડવા માટેના સાધન પ્રયાસો હાથ ધરી અને 500 થી વધુ લોકો આજે ભાજપનો ભગવો ધારણ કર્યો છે જેમાં મોટામાં મોટું ઓપરેશન સફળ કરવામાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ અને તેમની ટીમ અને વધુમાં વધુ સફળતા આપવા માટે ખેડૂત આગેવાન મોહનભાઈ પટેલના સઘન પ્રયાસો થકી આજે વઢવાણના માર્કેટિંગ યાર્ડમાં 500 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે અને જેમાં મોટી માત્રામાં આપ પાર્ટીના કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે ત્યારે સુરેન્દ્રનગરની સીટ ઉપર જ્યારે સરકારે જીત તો નક્કી કરી છે પરંતુ પાંચ લાખ મતથી જીતવાની જ્યારે તેમની નેમ છે ત્યારે વડાપ્રધાનની નેમને સફળ બનાવવા માટે જ્યારે ભાજપ અનેક કાર્યકરો ધારાસભ્યો અને સંસદ સભ્યો સાહિત્યના મોટી માત્રામાં ભાજપમાં લાવી રહ્યા છે ત્યારે ભાજપને સંપૂર્ણપણે સફળતા પ્રાપ્ત થવાની સંભાવનાઓ પણ વ્યક્ત થઇ રહી છે ત્યારે હાલમાં ભાજપમાં મોટી માત્રામાં આપ પાર્ટીમાંથી પણ કાર્યકરો ભાજપમાં જોડાયા છે આવનાર સમયમાં રાગદ્વેષ રાખ્યા વગર પાર્ટી જેને પણ ટિકિટ આપશે તેને જીતાડવાની કામગીરી ભાજપના તમામ કાર્યકરો ખંભે ખંભા મિલાવી અને કરશે તેવું અંતમાં હાલમાં મોહનભાઈ તેમના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું ત્યારે હાલમાં અગાઉ પણ જ્યારે ધારાસભ્યની ચૂંટણીઓ આવી તેવા સમયે મોહનભાઈ પટેલ ભાજપમાં જોડાયા હતા અને અનેક ગામડાઓ અને જગદીશભાઈ મકવાણાને મોટી લીડથી જીતાડવામાં પણ તેમનો મોટો સહયોગ રહેલો હતો ત્યારે ફરી વાર ચૂંટણીના પડઘમ વાંકતાની સાથે જ હાલમાં વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં સફળતાપૂર્વક ભાજપની કામગીરી વર્તાઈ રહી છે અને હાલમાં 500 થી વધુ જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાનું પણ જાણવા મળ્યું છે.





