AHAVADANG

ડાંગ જિલ્લામાં જુના મોબાઇલ ખરીદ/વેચાણ કરતા વેપારીઓ માટે જાહેરનામુ પ્રસિધ્ધ કરાયુ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
સંભવિત ગુન્હાઓમાં વપરાતા મોબાઈલ, તેમજ મોબાઈલ ચોરીના ગુન્હાઓમાં જુના મોબાઈલ ખરીદ/વેચાણ સહિત નવા સીમ કાર્ડનું વેચાણ કરતા વેપારીઓ તરફથી, આવા મોબાઈલ ખરીદતા/વેચતા વ્યક્તિની ઓળખ થઈ શકે, તેમજ ગુન્હાના મૂળ સુધી પહોંચી, સાચા આરોપીને પકડી શકાય, તથા આવા સંભવિત ગુન્હાઓ નિવારી શકાય તે માટે, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી.બી.ચૌધરી દ્વારા એક જાહેરનામુ બહાર પાડવામા આવ્યું છે.

રાજયમાં નોંધાતા ગુન્હાઓમાં મોબાઇલ ફોનનો ઉપયોગ, તેમજ મોબાઈલ ચોરીઓના બનાવો જોતા, આવા ગુન્હાઓ શોધી કાઢવા માટે ગુન્હામાં વપરાયેલા, અથવા ગયેલા મોબાઇલ ફોનના આઈ.એમ.ઈ.આઈ. નંબરનું ટ્રેકીંગ કરીને, ગુન્હાના મુળ સુધી પહોંચવાના પ્રયત્નો કરવામાં આવે છે.

ઘણી વખતે મોબાઈલ ફોનના વપરાશકર્તા સુધી પહોંચવામાં આવે ત્યારે જાણવા મળે છે કે, તેમણે કોઈ અજાણ્યા માણસ પાસેથી મોબાઈલ ફોન ખરીદેલો હોય છે. જે મોબાઇલ વહેંચનાર/ખરીદ કરનારને ચોરાયેલ અથવા ગુન્હામાં વપરાયેલ હોવાની માહિતી હોતી નથી. મોબાઇલ ટ્રેકીંગ કરી અને ગુન્હાના મુળ સુધી પહોંચે ત્યારે ઘણી વખત એવું જાણવા મળે છે કે, તે મોબાઈલ કોઈ અજાણી વ્યકતિએ આપેલ છે, અને જેને તેઓ ઓળખતા હોતા નથી. જેથી તપાસમાં કોઈ ફળદાયક હકિકત મળી શકતી નથી.

આ બાબતે કોઈ પણ વ્યકિતઓ મોબાઈલ સીમ કાર્ડ, હેન્ડ સેટ વિગેરે ઓળખકાર્ડ વિના, અથવા કોઈ પણ ઓળખપત્ર વગર લેનાર/વહેંચનારની જવારદારી નક્કી કરવા, અને પ્રસ્તુત બાબતે આવા ગુન્હાઓના મુળ સુધી પહોંચી, સાચા આરોપીઓને શોધી કાઢવા માટે, જુના/નવા મોબાઈલ/સીમ કાર્ડ વપરાશકારે, તે મોબાઈલ/સીમ કાર્ડ કોની પાસેથી ખરીદેલ અથવા કોને વેચાણે આપેલ છે તે અંગે, ખરીદતા/વેચતા વેપારી દ્વારા નિયત રજીસ્ટર નિભાવવામાં આવે તે માટેનું જાહેરનામું બહાર પાડવામા આવ્યું છે.

આથી ફોજદારી કાર્યરિતી અધિનિયમ-૧૯૭૩ મુજબ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી.બી.ચૌધરી દ્વારા સમગ્ર ડાંગ જિલ્લાના મહેસૂલી વિસ્તારમાં નીચે મુજબના કૃત્યોનું પાલન કરવા માટે ફરમાન કરવામા આવ્યુ છે. જે મુજબ વેપારીએ જુના મોબાઇલ ખરીદ/વેચાણ, નવા સીમ કાર્ડ વેચાણ કરતા વેપારી દ્વારા રજીસ્ટર નિભાવવાનું રહેશે, અને તેમાં વિગતો નોંઘવાની રહેશે. જેમા જુના મોબાઇલ ખરીદ કરનાર અને વેંચનારે જે તે વખતે મોબાઈલની વિગત/કંપનીનું નામ, IMEI નંબર, મોબાઈલ વેંચનાર/ખરીદનારના નામ સરનામાની વિગત, આઈ.ડી પ્રુફની વિગતો, તેમજ નવા સીમ કાર્ડ વેંચાણ કરતી વખતે વેપારીએ પાસે સીમ કાર્ડની વિગત/કંપનીનું નામ, સીમ કાર્ડ ખરીદનારના નામ સરનામાની વિગત, સીમ કાર્ડ ખરીદનારના આઇ.ડી.પ્રુફની વિગત, સીમકાર્ડ ખરીદનારની સહિ વિગેરેનુ રજીસ્ટર નિભાવવાનુ રહેશે.

૧. ઉપર મુજબનું રજીસ્ટર જુના/નવા મોબાઈલ ફોન ખરીદનાર/વેચાણ તેમજ નવીન સીમ કાર્ડ વેચાણ કરનાર દરેક દુકાનદારે નિભાવવાનું રહેશે, અને તેની ફરજિયાત સાચવણી-જાળવણી કરવાની રહેશે.

૨. કોઈ પણ દુકાનદારે કોઈ પણ ઇસમ પાસેથી જુનો અથવા નવો મોબાઈલ ફોન લેતી વખતે કે તેને વેચાણ કરતી વખતે ઓળખ કાર્ડ કે ઓળખ પત્ર જેવા નક્કર પુરાવા સિવાય કોઈ પણ વ્યવહાર કરવો નહી.

૩. મોબાઈલ ફોનના નવા સીમ કાર્ડ વેચનાર તમામ ડીસ્ટ્રીબ્યુટરો અને રીટેઈલ વિક્રેતા દ્વારા મોબાઇલ સીમ કાર્ડનું વેચાણ કરતી વખતે માન્ય ઓળખકાર્ડ તથા રહેઠાણના પુરાવાની અસલ દસ્તાવેજો સાથે ખરાઈ કર્યા સિવાય મોબાઈલ સીમ કાર્ડના વેચાણ વ્યવહાર કરવા નહી.

આ જાહેરનામું આગામી તા. ૭/૬/૨૦૨૪ ના કલાક ૨૪.૦૦ સુધી અમલમાં રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરવા બદલ ફરિયાદ માંડવા ફરજ પરના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપલી કક્ષાના પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવેલ છે. આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતા હેઠળ શિક્ષાને પાત્ર થશે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button