
9 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકાના જગાણા ખાતે ગુરૂ મહારાજના મંદિરના પરિસરમાં આજ તા.૯/૫/૨૦૨૩ મંગળવાર ના રોજ એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્મા-બનાસકાંઠા વર્ષ-૨૦૨૩-૨૪ આત્મા, ખેતીવાડી અને બાગાયત ખાતાના સંયુક્ત પ્રયાસથી પ્રાકૃતિક કૃર્ષિની તાલીમ અંગે આજરોજ ખેડૂત શિબિર યોજાઇ હતી. જે ખેડૂત શિબિરમાં આત્મા પ્રોજેક્ટના કલસ્ટર એ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. અને પ્રાકૃતિક ખેતીના ફાયદોઓ અંગે માહિતગાર કર્યા હતા. આ ખેડૂત શિબિરમાં કમલાબેન દેસાઈ,(ખેતીવાડી અધિકારી) સરપંચ પ્રહલાદભાઈ પરમાર, જયેશભાઇ પટેલ,તલાટી,વસંતીબેન ચાવડા ગ્રામ સેવક,હરેશભાઇ મકવાણા બીટીએમ આત્મા પ્રોજેક્ટ, દિલીપભાઈ કરેણ, રતીભાઈ લોહ,તેમજ આત્મા પ્રોજેક્ટ કલ્સ્ટર, આત્મા પ્રોજેક્ટ કલસ્ટરની બહેનો તેમજ ગામના ખેડૂત ભાઈઓ ઉપસ્થિતિ રહયા હતા.