GUJARATMORBITANKARA

Tankara:આયુષમાન ભવ: કાર્યક્રમ અંતર્ગત ટંકારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ અને રકતદાન કેમ્પ યોજાયો

આયુષમાન ભવ: કાર્યક્રમ અંતર્ગત ટંકારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ અને રકતદાન કેમ્પ યોજાયો

માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી. ડી. જાડેજા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી કવિતા. જે. દવે ના માર્ગદર્શન હેઠળ આજરોજ આયુષમાન ભવ: કાર્યક્રમ અંતર્ગત ટંકારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ અને રકતદાન કેમ્પ આભાકાર્ડ કામગીરી માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલ આ આયુષમાન ભવ: કેમ્પ અંતર્ગત ૧૬૮ લાભાર્થીએ લાભ લીધેલ.
આ કાર્યક્રર્મમાં ટંકારના સરપંચશ્રી ગોરધનભાઈ ખોંખાણી તેમજ મીડિયા કન્વીનર નીલેશ પટણી, યુવા ભાજપ મહામંત્રી હસુભાઈ દુબરિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પ્રતિનિધિ ભાવીન સેજપાલ તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડી.જી.બાવરવા, અધિક્ષકશ્રી ડો. દીપ ચીખલિયા, રાજ્યકક્ષાએથી પ્રોજેક્ટ કોર્ડીનેટર વિશાલ કંઝારીયા, જિલ્લા સુપરવાઇઝર જી.વી.ગાંભવા, DUPC વિરજીભાઈ ફેફર, તાલુકા સુપરવાઇઝર પટેલ હિતેષ, હાજર રહેલ આ સમગ્ર કેમ્પનું આયોજન સામૂહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા એ કરેલ તેમજ GMERS મેડિકલ કોલેજ મોરબીના વિવિધ તજગ્ન ડોકટરો એ સેવા આપેલ.

[wptube id="1252022"]
Back to top button