
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લા પંચાયતમાં બાંધકામ અધ્યક્ષ તરીકે ચંદરભાઈ ગાવીત તથા કારોબારી અધ્યક્ષ તરીકે નિલેશભાઈ બાગુલની સર્વાનુમતે વરણી થતા તેઓએ વિધિવત રીતે પદભાર સંભાળી લીધો…
ડાંગ જિલ્લા પંચાયતમાં અઢી વર્ષનાં ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની વિધિવત રીતે વરણી થઈ ગઈ છે.થોડા દિવસ પૂર્વે વિવિધ સમિતિઓની સર્વાનુમતે વરણી થઈ હતી.જ્યારે વિવિધ સમિતિનાં અધ્યક્ષોની વરણી બાકી હતી.આજરોજ ડાંગ જિલ્લા પંચાયતમાં પ્રમુખ નિર્મળાબેન સુભાસભાઈ ગાઈનની અધ્યક્ષતામાં જાહેર બાંધકામ અધ્યક્ષ તથા કારોબારી અધ્યક્ષની સર્વાનુમતે વરણી કરાઈ હતી.ડાંગ જિલ્લા પંચાયતમાં માર્ગ મકાન વિભાગમાં જાહેર બાંધકામ અધ્યક્ષ તરીકે ચંદરભાઈ.એસ. ગાવીતની સર્વાનુમતે વરણી થતા તેઓએ વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો.જ્યારે કારોબારી અધ્યક્ષ તરીકે નિલેશભાઈ બાબુભાઈ બાગુલની સર્વાનુમતે વરણી થતા તેઓએ પણ વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો.ડાંગ જિલ્લા પંચાયતમાં બાંધકામ અધ્યક્ષ તરીકે ચંદરભાઈ ગાવીત તથા કારોબારી અધ્યક્ષ તરીકે નિલેશભાઈ બાગુલે પદભાર સંભાળી લીધો છે.આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ નિર્મળાબેન ગાઈન,ઉપપ્રમુખ ભરતભાઈ ભોયે,ડાંગ ભાજપા સંગઠન પ્રમુખ કિશોરભાઈ ગાવીત,મહામંત્રી રાજેશભાઈ ગામીત,માજી પ્રમુખ મંગળભાઈ ગાવીત,ભાજપા આદિજાતિ મોરચાનાં મંત્રી સુભાસભાઈ ગાઈન,નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ બી.પટેલ,કાર્યપાલક ઈજનેર આર.બી.ચૌધરી,નાયબ કાર્યપાલક ઈજનેરોમાં ટી.આઈ.પટેલ,યતીન પટેલ, સહીત પદાધિકારીઓ અને અધિકારીઓએ ઉપસ્થિત રહી પુષ્પગુચ્છ આપી મોઢું મીઠુ કરાવી અભિનંદન પાઠવ્યા હતા..





