
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ
મુન્દ્રા તા -૧૯ માર્ચ :- 18/3/2024 ને સોમવારના દિવસે આ પ્રોગ્રામમાં ધરમપર શાળાના રમેશકુમાર પરમાર, ગણપતભાઈ બલદાણિયા , જગદીશભાઈ ટારિયા અને ઉમેદપર શાળાના શ્રીમતિ હિનાબેન પરમાર, અમિતભાઈ દેપાણી ,જગદીશભાઈ જોટવા હાજર રહેલ. જેમાં બન્ને શાળાના બાળકોએ ખુબ જ આનંદ અને ઉલ્લાસ સાથે પ્રાર્થનાસભા યોજી .પ્રાર્થનાસભામાં ઉમેદપર શાળાના આચાર્ય શ્રીમતિ હિનાબેને સૌને આવકાર્યા અને બન્ને શાળાના શિક્ષકોનો પરિચય કરાવ્યો. ત્યારબાદ ધોરણ 6 થી 8 ના બાળકોને બંને શાળાના શિક્ષકોએ તાસ પ્રમાણે શિક્ષણ કાર્ય કરાવ્યું . ત્યારબાદ બપોરે બન્ને શાળાના બાળકો અને શિક્ષકોએ મિષ્ટાન સાથે ગરમાગરમ ભોજન લીધું,ત્યારબાદ બપોર પછી શિક્ષકોએ બાળકોને નિબંધલેખન , ચિત્રકામ, ક્રાફ્ટ વર્ક જેવી અલગઅલગ પ્રવૃત્તિઓ કરાવી .ધરમપર શાળાના બાળકોએ ઉમેદપર શાળાની લાઈબ્રેરી , પ્રયોગશાળા , કિચન ગાર્ડન, ઔષધબાગની મુલાકાત લીધી સાંજે 4:00 વાગ્યા પછી અડધો કલાક મેદાન ઉપર રમતો રમાડી અને 4:30 વાગ્યા પછી બાળકોને પ્રોત્સાહક ઈનામ આપ્યા અને શિક્ષકોએ તથા બાળકોએ આખા દિવસના કાર્યક્રમના અભિપ્રાય આપ્યા.ત્યારબાદ ધરમપર શાળાના આચાર્યશ્રી રમેશકુમાર એમ. પરમારે યજમાન શાળાના આચાર્ય શ્રીમતિ હિનાબેન પરમાર તથા ઉમેદપર શાળા પરીવારનો આભાર માન્યો . ત્યારબાદ 5:00 વાગ્યે કાર્યક્રમ પૂર્ણ કરીને છુટા પડ્યા.










