LUNAWADAMAHISAGAR

હાજી જી. યુ. પટેલ હાઈસ્કૂલ, લુણાવાડા.ડેન્ટલ કેમ્પ & સેમિનાર યોજાયો

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

હાજી જી. યુ. પટેલ હાઈસ્કૂલ, લુણાવાડા.

શાળામાં યોજાયો ડેન્ટલ કેમ્પ & સેમિનાર

શાળામાં વિદ્યાર્થીઓમાં દાંતના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે તે હેતુસર તા.13.02.2023 સોમવારના રોજ બપોરે 2.30 કલાકે ડેન્ટલ હેલ્થ ચેકઅપ કેમ્પ અને જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પોતાનો કિંમતી સમય ફાળવી ડૉ.અબ્દુલ્લાહ મુઠીયા સાહબ (B.D.S.) હાજર રહી સેવા આપી હતી.

આ કાર્યક્રમમાં સૌ પ્રથમ દાંતના સ્વાસ્થ્ય માટે કેવી કાળજી લેવી જોઈએ અને કઈ કઈ બાબતોથી દાંત ખરાબ થાય છે તે અંગે જરૂરી અને સુંદર માર્ગદર્શન ડૉ.અબ્દુલ્લાહ દ્વારા આપવામાં આવ્યું હતું.

સેમિનાર બાદ શાળાના ધો. 9 અને 11 ના વિદ્યાર્થી ભાઈઓના દાંતનું ચેકઅપ કરવામાં આવ્યું હતું અને જરૂરી સુચનાઓ, માર્ગદર્શન ડૉકટર દ્વારા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને છેલ્લે દાંત સ્વાસ્થ્યને લઈ પ્રશ્નો પણ પૂછ્યા હતા. જે હેતુસર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તે હેતુ પૂર્ણ થતાં કાર્યક્રમ સફળ રહ્યો હતો

[wptube id="1252022"]
Back to top button