Dahod : દાહોદ જિલ્લાની કારોબારી અખિલ ભારતીય રાષ્ટ્રીય સચિવ અને ગુજરાત પ્રાંતના અધ્યક્ષ ભીખાભાઈની અધ્યક્ષતામાં સંપન્ન-બેઠક

દાહોદ જિલ્લાની કારોબારી અખિલ ભારતીય રાષ્ટ્રીય સચિવ અને ગુજરાત પ્રાંતના અધ્યક્ષ ભીખાભાઈની અધ્યક્ષતામાં સંપન્ન-બેઠકમાં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને આચાર્ય સંવર્ગની ઘોષણા
બીજી ડિસેમ્બર 2023 ના રોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દાહોદ દ્વારા લીમખેડા તાલુકાના કાચલા મુકામે અખિલ ભારતીય રાષ્ટ્રીય સચિવ અને ગુજરાત પ્રાંતના અધ્યક્ષ શ્રીભીખાભાઈની શ્રી ભીખાભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા કારોબારી નું આયોજન થયું. અધ્યક્ષ શ્રીના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ મહિલા ઉપાધ્યક્ષ અનિતાબેન પટેલ દ્વારા સરસ્વતી વંદના થી બેઠકની શરૂઆત થઈ. આચાર્ય સંવર્ગના પ્રાંત મહામંત્રી રૂપેશભાઈ ભાટિયા એ જણાવ્યું કે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ શિક્ષક, શિક્ષાર્થી અને રાષ્ટ્રના હિતમાં કામ કરતું અનોખું સંગઠન છે. આગામી નવમી ડિસેમ્બર 2023 રોજ પદયાત્રા થી મહાપંચાયત કાર્યક્રમ અંતર્ગત શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો જેવા કે 2005 પછી અને પહેલાના શિક્ષકો માટે જૂની પેન્શન યોજના,Htat મિત્રોની બદલી ,માતૃત્વ ની રજા બાબત, ગ્રાન્ટેડ શિક્ષકોની બદલી વગેરે ની રજૂઆત મહાપંચાયત દ્વારા સરકારશ્રીની કરવામાં જેમાં લગભગ એક થી બે લાખ શિક્ષકો જોડાશે. દાહોદ જિલ્લામાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં ગોધરા મુકામે શિક્ષકો જરૂર થી જોડાય એવું સૂક્ષ્મ આયોજન કરવું જરૂરી છે.
માધ્યમિક સંવર્ગના મહામંત્રી જીતેન્દ્રભાઈ ઠાકરે જણાવ્યું કે નવમી ડિસેમ્બરે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ એ સરકારશ્રીને સંગઠનની તાકાત નો પરિચય આપશે આથી આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશો.
પ્રાથમિક સંવર્ગના પ્રાંત મહામંત્રી અનિરુદ્ધ સિંહ સોલંકીએ જણાવ્યું કે પંચમહાલના ગોધરા મુકામે પદયાત્રા થી મહાપંચાયતના કાર્યક્રમનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે જેમાં દાહોદ જિલ્લાની ટીમ પણ જોડાશે. દાહોદ માંથી ખૂબ મોટી સંખ્યામાં શિક્ષક અને કર્મચારી મિત્રો જોડાય એ માટે તેમને કાર્યકર્તાઓને આહવાન કર્યું. પ્રાંત સંગઠન મંત્રીશ્રી સરદારસિંહ મછાર સાહેબ જિલ્લા, તાલુકા, મંડલ કક્ષાએ બેઠકો બોલાવી મહાપંચાયતના કાર્યક્રમ માં વધુમાં વધુ સંખ્યામાં શિક્ષકો અને કર્મચારી ભગિની બંધુઓની ઉપસ્થિતિ રહે તેવું સૂક્ષ્મ આયોજન કરવા સૌ કાર્યકર્તા ભગિની- બંધુઓને હાકલ કરી. પ્રાંત અધ્યક્ષ ભીખાભાઈએ કહ્યું કે કોઈપણ સમસ્યા નો સામનો બુદ્ધિપૂર્વક અને ધીરજથી કરવાથી મોટામાં મોટી સમસ્યા ને ઉકેલી શકાય છે. નવમી ડિસેમ્બર ના કાર્યક્રમ અંગે માહિતી આપતા જણાવ્યું કે ગુજરાતમાં 11 જગ્યાએ મહાપંચાયત બેસશે. પદયાત્રા કરી શિક્ષક અને કર્મચારી મિત્રો મહા પંચાયત સુધી પહોંચી અને પોતાના પ્રશ્નો રજૂ કરશે અને મહાપંચાયત કર્મચારી હિતમાં સરકાર શ્રીને રજૂઆત કરશે. કલેક્ટર શ્રી ના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને આવેદન આપવામાં આવશે. ગુજરાતમાંથી એક થી દોઢ લાખ શિક્ષકો આ કાર્યક્રમમાં જોડાશે અને સરકારશ્રીને સંગઠનની તાકાત નો પરિચય આપશે.
બેઠકમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દાહોદ જિલ્લાના આચાર્ય (HMAT)સંવર્ગના અધ્યક્ષ- શ્રી રાકેશભાઈ ખાબડ, મહામંત્રી- શ્રી સંજયભાઈ ડાભી, સંગઠન મંત્રી શ્રીહરેશભાઈ પટેલ, મંત્રીશ્રી- ચેતનભાઇ પટેલ, સંગઠન મંત્રીશ્રી- હેમલભાઈ પંચાલ તેમજ ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક નાઅધ્યક્ષ-વિરલસિંહ ચૌહાણ, મહામંત્રી-લક્ષ્મણ સિંહ ખાબડ, સહસંગઠન મંત્રી- હરેશભાઈ પટેલ, મંત્રી -ચેતનભાઇ પટેલ સંગઠન મંત્રી -હેમલભાઈ પંચાલ અને ગ્રાન્ટેડ માધ્યમિકના અધ્યક્ષ – નેણાસિંહ ખેરાવત, ઉપાધ્યક્ષ- પ્રતાપભાઈ બારીયા, મહામંત્રી-l મુકેશભાઈ બારીયા, સંગઠન મંત્રી- મહેશભાઈ બારીયાની ઘોષણા કરવામાં આવી.
ધાનપુર તાલુકાના અધ્યક્ષ- વિનોદભાઈ તાવિયાડ ,મહામંત્રી- નરેન્દ્રભાઈ ખાબડ અને સંગઠન મંત્રી -મુકેશભાઈ ડામોર તેમજ ધાનપુર ની સમગ્ર ટીમની ઘોષણા કરવામાં આવી. કાર્યક્રમના અંતમાં દાહોદ જિલ્લાના અધ્યક્ષ દેશીંગભાઈ તડવીએ નવનિયુક્ત ટીમોને સમગ્ર સંગઠન વતી શુભેચ્છાઓ અર્પિત કરી અને જિલ્લા કારોબારી બેઠકમાં ઉપસ્થિત પ્રાંત ટીમના સદસ્યોનો તેમજ જિલ્લા ના કાર્યકર્તા ભગિની બંધુઓનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો.
કાર્યક્રમનું સુંદર સંચાલન દાહોદ જિલ્લા મહામંત્રી જનકભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું.
બેઠકમાં પ્રાંતમાંથી અતિરિક્ત મહામંત્રી પરેશભાઈ પટેલ , પ્રાંત મહિલા ઉપાધ્યક્ષ પલ્લવીબેન બેન પટેલ , જિલ્લા સંગઠન મંત્રી દીપકભાઈ આમલીયાર, Htat સંવર્ગના અધ્યક્ષ હેમાભાઇ રાઠોડ, જીલ્લા મહિલા ઉપાધ્યક્ષ અનિતાબેન પટેલ,Htat મહિલા ઉપાધ્યક્ષ કામીનાબેન પટેલ , દરેક તાલુકાના અધ્યક્ષ ,મંત્રી ,સંગઠન મંત્રી અને અન્ય કાર્યકર્તા ભગિની બંધુઓની ૧૯૫ જેટલી સંખ્યામાં ઉપસ્થિતિ રહી. કલ્યાણ મંત્ર દ્વારા બેઠકની પૂર્ણાહુતિ કરવામાં આવી.









