KALOL(Panchamahal)PANCHMAHAL

વિધાર્થી અને શિક્ષકોએ પર્યાવરણ બચાવવા મિશન લાઇફ અંતગર્ત શપથ લીધા.

તારીખ ૩૦ મે

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) વિજ્ઞાન અને પ્રોધોગિકી વિભાગ અને ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી(જેડા),કલાઇમેન્ટ ચેન્જ વિભાગ અને બ્યુરો ઓફ એનર્જી એફીસીયન્સી (બી.ઇ.ઇ.)ના ઉપક્રમે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત મિશન લાઇફ કાર્યક્રમનું આયોજન તા.૨૫/૦૫/૨૦૨૩ ના લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરા દ્વારા દલુંની વાડી સિવિલ લાઈન્સ રોડ ગોધરા ખાતે કરવામાં આવેલ હતુ.કાર્યક્રમના રિસોર્સ પ્રર્સન તરીકે ડૉ.સુજાત વલી,તજજ્ઞ જગદીશભાઈ સુથાર,લોક વિજ્ઞાન કેન્દ્રના મેનેજર અવિનાશભાઈ મિસ્ત્રી, કો-ઓડીનેટર બ્રીઝ જાદવ, પૃથ્વીરાજ ગોહિલ, વૈશાલી બારિયા,જતીનભાઈ, હરમીતભાઈ પટેલ એ ઊર્જા બચત,પાણી બચત,વેસ્ટ મેનેજમેન્ટ,નો યુઝ શીંગલ યુઝ પ્લાસ્ટીક,ઈ- વેસ્ટવિગેરે પર્યાવરણને નુકશાન થતું અટકાવવા માટે પ્રેઝન્ટેશન આપેલ હતા.ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે દીપ પ્રાગટય કરી પર્યાવરણ બચાવવા જરૂરી વિડીયો વિદ્યાર્થી તથા શિક્ષકઓએ નિહાળ્યા હતા. ઉલ્લેખનીય છે કે,આપણા દેશમાં દિવસે દિવસે કાર્બન ફૂટ પ્રિન્ટ વધતી જાય છે જેના કારણે પ્રદુષણ વધુ ફેલાય છે ત્યારે આવા સમયમાં આપણે કેવી રીતે જીવન જીવવું જોઈ એ જેના કારણે પ્રદુષણ પર નિયંત્રણ લાવી શકાય તે અંગે સમજણ આપવામાં આવી હતી.મિશન લાઇફ કાર્યક્રમનો લાભ ધો.૧૦ અને ૧૨ ના ૪૦ વિધાર્થીઓ અને ૫ શિક્ષક ઓએ મેળવેલ હતો.વિધાર્થી અને શિક્ષકઓએ પર્યાવરણ બચાવવા લાઇફ મિશન અંતગર્ત સોગંધ લીધા હતા.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા,લોક વિજ્ઞાન કેન્દ્રની ટીમનો સહયોગ સાંપડ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button