KALOL(Panchamahal)PANCHMAHAL

ત્રણ ઈસમો દ્વારા ભૈરવ ની મુવાડી ગામે એક મહિલા સહિત ત્રણ વ્યકિતઓ ઉપર હુમલો કરતા એટ્રોસીટી એકટ હેઠળ ફરીયાદ.

તારીખ ૨૪ જૂન

વાત્સલ્યમ્ સમચાર

સાજીદ વાઘેલા કાલોલ 

પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકાના ઘુસર પાસે ભૈરવ ની મુવાડી ગામે રહેતા વદેસીંગભાઇ વાધજીભાઇ રાઠવા દ્વારા નોંધાવેલ ફરીયાદ મુજબ કાલોલ તાલુકાના ઘુસર ભેખરની મુવાડી ગામના (૧)નટુભાઈ બળવંતભાઈ ચૌહાણ (૨) અર્જુનભાઈ નટુભાઈ ચૌહાણ (૩)દીગાભાઇ નટુભાઈ ચૌહાણ પોતાની ડીલક્ષ મોટર સાયકલ લઇ આવી જમીનના શેઢા ઉપર વાડ બનાવવા તેમજ સહીયારા ઝાડો બાબતે થયેલા બોલાચાલી બાબતે અદાવત રાખી ફરિયાદીના ઘર પાસેની જગ્યાએ વિક્રમભાઈ વધેસિંગભાઈ રાઠવાનાઓને ઢસડીને લઈ જઈ શરીરને ગડદાપાટું નું માર મારતા તેવામાં આ કામના ફરિયાદીએ આરોપીઓને આવું નહીં કરવા કહેવા જતા આ કામના ત્રણે આરોપીઓએ ભેગા મળી ફરિયાદીને શરીરે ગડદાપાટું નું તેમજ મૂઠ માર મારી કપડાં ફાડી નાખી ઇજાઓ કરીને આ અરસામાં શારદાબેનના છોડાવવા વચ્ચે પડતા ત્રણેય આરોપીએ ભેગા મળી શારદાબેન પણ શરીરે ગડદાપાટું નું માર મારી ત્રણેય આરોપીઓએ ફરિયાદી તથા સાહેદોને ગંદી ગાળો બોલી જાતીય અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકો આપવામાં આવી હતી ત્યારે સમગ્ર મામલે પોલીસે ત્રણ ઇસમો સામે ગૂનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક હાલોલે હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button