WANKANER: વાંકાનેર વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જેલહવાલે

WANKANER વાંકાનેર વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જેલહવાલે
વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ ઈંગ્લીશ દારૂના ગુનાના કેસમાં સંડોવાયેલ આરોપીને વાંકાનેર તાલુકા પોલીસે પાસા એક્ટ હેઠળ ડિટેઇન કરી અમદાવાદ મધ્યસ્થ જેલ હવાલે મોકલી આપવામાં આવ્યો છે.

મોરબી જીલ્લા પોલીસ મહાનીરીક્ષક રાજકોટ વિભાગ અશોકકુમાર યાદવ તથા મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી તરફથી મોરબી જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર કડક કાર્યવાહી કરવા સુચના થઇ આવેલ હોય જે અનુસંધાને વાંકાનેર વિભાગ નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડા તેમજ વાંકાનેર સીપીઆઈ વી.પી.ગોલના માર્ગદર્શન હેઠળ અમો વાંકાનેર તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એલ.એ.ભરગાએ ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી અગાઉ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં પકડાયેલ આરોપી આશીષભાઇ હેમુભાઇ ધુડાભાઇ ઉઘરેજીયા ઉવ.૨૫ રહે.જોરાવરનગર,હનુમાનચોક શેરી નં.૧૪,સુરેન્દ્રનગર વાળાની મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ તરફથી પાસા દરખાસ્ત મંજુર થઇ આવતા પાસા વોરંટની બજવણી કરી આરોપીની અટકાયત કરી તેને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરેલ છે.








