KUTCHMANDAVI

અદાણી વિદ્યામંદિર ભદ્રેશ્વર ખાતે ફાયર-સેફ્ટી અંગે મોકડ્રીલનું આયોજન કરાયું .  

૧૮-ઓકટો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

બાળકોને આકસ્મિક આફત ટાણે સામુહિક અને સ્વબચાવની પ્રેક્ટિકલ તાલીમ

મુન્દ્રા કચ્છ :- અદાણી વિદ્યા મંદિર ભદ્રેશ્વર (AVMB) ખાતે આપત્તિ વ્યવસ્થાપન અંગે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. અદાણી પોર્ટની ફાયર એન્ડ ફાયર-સેફ્ટી ટીમ દ્વારા વિદ્યાર્થીઓને કટોકટીના સમયે શું કરવું તે અંગે પ્રેક્ટીકલ માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી હતી. જેમાં શિક્ષકો અને શાળાના સ્ટાફેને પણ આપત્તિ ટાણે એલર્ટ રહીને તાકીદે પગલાં ભરવા જાણકારી આપવામાં આવી હતી.AVMBના વિદ્યાર્થીઓને આપત્તિઓ સમયે કેવી રીતે સ્વયંની સાથે સમુહને બચાવી શકાય તે અંગે ડેમો દ્વારા સમજાવવામાં આવ્યું હતું. શાળામાં આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું, આગ બુઝાવવાનાં સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. સેફ્ટી ટીમે બાળકોને આગ નિયંત્રણ તકનીકો અને અગ્નિશામક સાધનોના યોગ્ય ઉપયોગ અંગે જ્ઞાનપ્રદ અને વ્યવહારુ ઉપાયો સૂચવ્યા હતા.આ મોક ડ્રીલમાં કુલ 579 વિદ્યાર્થીઓ, 23 શિક્ષકો અને 19 હાઉસકીપિંગ તેમજ કેન્ટીન સ્ટાફે સક્રિયપણે ભાગ લીધો હતો. અકસ્માતોને કેવી રીતે અટકાવવા અને આગ, ધરતીકંપ અને અન્ય અણધારી આપત્તિઓ સહિતની કટોકટીની પરિસ્થિતિઓમાં કેવી રીતે અસરકારક રીતે પ્રતિસાદ આપવો તે અંગે શીખવાની તક મળી હતી. AVMBની ટીમે આ સંપૂર્ણ તાલીમની ભરપૂર પ્રશંસા કરી હતી.   અદાણી વિદ્યામંદિર ભદ્રેશ્વરના આચાર્ય મોહન વાઘેલા જણાવે છે કે “આ મોકડ્રિલ સુરક્ષિત વાતાવરણ બનાવવામાં અમારી મદદ કરશે. અમારા વિદ્યાર્થીઓ અને સ્ટાફની સલામતી સુનિશ્ચિત કરવી એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે માનીએ છીએ કે આવી કવાયત કરવાથી વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં જાગૃતિ આવે છે. અદાણી પોર્ટ મુંદ્રાના ફાયર અને સેફ્ટી વિભાગે કરેલી કામગીરી ખૂબ જ પ્રસંશનીય છે”.  સલામત વિસ્તારોને ઓળખવા અને બેભાન અથવા ઇજાગ્રસ્ત વ્યક્તિઓને બહાર કાઢવા માટેના પ્રોટોકોલ એ ડ્રિલના આવશ્યક ઘટકો હતા. અદાણી વિદ્યામંદિર અનેક માછીમાર બાળકોના જીવનમાં શિક્ષણ અને તાલીમથી પરિવર્તન લાવી રહ્યું છે.

 

[wptube id="1252022"]
Back to top button